કોણ છે કોહલી-અનુષ્કાનો બોડીગાર્ડ સોનું ઉર્ફે પ્રકાશ સિંહ? કમાણીમાં કંપનીના સીઈઓને પણ પાછળ છોડે છે
બોલ્ડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી ગ્લેમરની દુનિયાના સૌથી હોટ કપલમાં સામેલ છે. આ કપલ જ્યાં પણ જાય ત્યાં તેના ફેન્સથી ઘેરાયેલુ જોવા મળે છે.
આવી સ્થિતિમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને સુરક્ષા માટે બોડીગાર્ડની જરૂર રહે છે. આજે આપણે એ જ વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જે વિરુષ્કાની સાથે પડછાયાની જેમ રહે છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ક્યાંય જાય છે ત્યારે ચાહકો તેમને જોઈને બેકાબૂ થઈ જાય છે. જ્યારે ચાહકો ફોટો લેવા માટે ધક્કામુક્કી કરે છે અને ત્યારે તેઓ જોખમમાં મુકાય છે.
આ ભરચક ભીડને નિયંત્રિત કરવાની જવાબદારી તેના બોડીગાર્ડ સોનુની છે. તે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો એક મીનિટ પણ છોડતો નથી. સોનુ ઘણા વર્ષોથી અભિનેત્રી સાથે જોડાયેલો છે.
જ્યારે અનુષ્કા અને વિરાટ કોહલીના લગ્ન પણ નહોતા થયા ત્યારે તે અભિનેત્રીનો બોડીગાર્ડ હતો. 2017માં લગ્ન કર્યા બાદ હવે તે કપલને સુરક્ષા પૂરી પાડે છે.
અભિનેત્રી અનુષ્કા દરેક જગ્યાએ જાહેર સ્થળોએ બોડીગાર્ડ સોનુ ઉર્ફે પ્રકાશ સિંહ સાથે જોવા મળે છે. તે સારી સંભાળ રાખે છે. સોનુ આ માટે મોટી રકમ પણ લે છે.
જણાવી દઈએ કે, સીટીસીના મામલે સોનુ ઘણી કંપનીઓના સીઈઓને માત આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનુની વાર્ષિક આવક એક કરોડથી વધુ છે. સોનુની વાર્ષિક સેલેરી 1.20 કરોડ રૂપિયા છે, જે દેશના ઘણા મોટા સીઈઓ કરતા વધારે છે.
અનુષ્કા શર્મા તેના બોડીગાર્ડને પરિવારના સભ્યની જેમ રાખે છે. તેણી તેનો જન્મદિવસ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.












Click it and Unblock the Notifications
