કોણ છે કિએરા દત્ત, જેણે એકતા કપૂરની XXXમાં સનીને કરી રિપ્લેસ

[બોલીવુડ સમાચાર] લાગે છે કે બોલીવુડમાં હવે સની લિયોનને પણ સ્પર્ધામાંથી પસાર થવું પડી રહ્યું છે. હા ન્યૂકમર કિએરા દત્તે એકતા કપૂરની અપકમિંગ ફિલ્મ XXXમાં હોટ એન્ડ સેક્સી સની લિયોનને રિપ્લેસ કરી દીધી છે.

સૂત્રોની માનીએ તો પહેલા આ ફિલ્મ સનીને ઓફર કરવામાં આવી હતી, પરંતુ આખરે કિએરાને ફાઇનલ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે કિએરા દત્ત કોલકાતાની રહેનારી છે. વર્ષ 2013માં કિએરાએ કિંગફિશર મોડેલ હંટ સ્પર્ધા જીતી હતી. ત્યારબાદ તેણે બોલીવુડના સુપરસ્ટાર શાહરુખ ખાન, જ્હોન અબ્રાહમ અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સાથે કેટલીક એડ કેમ્પેઇન પણ કરી છે.

sunny leone
આ વર્ષની શરૂઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે સની લિયોન કેન ઘોષની ફિલ્મ XXXમાં દેખાશે. કારણ કે સની પહેલા પણ બાલાજી પ્રોડક્શનની ફિલ્મ 'રાગિની એમએમએસ-2'માં કામ કરી ચૂકી છે. પરંતુ આ વખતે કંઇ વાત બની નહીં અને સનીના સ્થાને કિએરાને લઇ લેવામાં આવી.

જ્યારે, આની સાથે જ કિએરા એ પહેલી એક્ટ્રેસ બની ગઇ છે, જેમણે એકતા કપૂરની ન્યૂડિટી ક્લૉઝ પર સાઇન કરી છે. અત્રે જણાવી દઇએ કે આ ક્લૉઝ અનુસાર, જો કોઇ એક્ટર તેમના કોન્ટ્રોક્ટ પર એક વાર સાઇન કરી લે છે તો પછી તે ફિલ્મના કોઇપણ સેક્સ સીન અથવા ડાયલોગ સામે ઇનકાર અથવા વિરોધ ના કરી શકે.

ઉલ્લેખનીય છે કે XXX પાંચ નાની વાર્તાઓને ભેગી કરીને એક ફિલ્મ બનાવવામાં આવશે. જેમાં દરેક વાર્તા સેક્સુએલિટીના અલગ અલગ અંદાજને દેખાડશે. ફિલ્મમાં મોટાભાગના ક્યૂકમર્સ જ દેખાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X