For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS : જુઓ DBDN સદાશિવ અમરાપુરકરના યાદગાર Roles

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 નવેમ્બર : સદાશિવ અમરાપુરકર, આ નામથી કદાચ આજની યુવાન પેઢીના ઘણા લોકો વાકેફ નહીં હોય, પણ આપણા હિન્દી સિનેમાની અનેક સુંદર અને શ્રેષ્ઠ ફિલ્મોમાં સદાશિવ અમરાપુરકરે યાદગાર પાત્રો વડે પોતાના અનેક ફૅન્સ બનાવ્યા છે. સદાશિવે બૉલીવુડના અનેક ટોચના અભિનેતાઓ સાથે કામ કર્યુ છે કે જેમાં અમિતાભ બચ્ચનથી લઈ સલમાન ખાન વિગેરેનો સમાવેશ થાય છે.

સદાશિવ અમરાપુકરનું ફેફસામાં ચેપના પગલે ગઈકાલે રાત્રે નિધન થઈ ગયું. તેઓ ઘણા દિવસથી હૉસ્પિટલમાં દાખલ હતાં. બૉલીવુડ હસ્તીઓએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના માધ્યમથી સદાશિવના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમના આત્માના શાંતિ અર્થે પ્રાર્થના કરી.

સદાશિવ અમરાપુકરની ફિલ્મોમાં એન્ટ્રી પૂર્વનિયોજિત નહોતી. તેઓ થિયેટર અને દિગ્દર્શનમાં જ વ્યસ્ત અને મસ્ત રહેતા હતાં. તેમણે મુંબઈના ઇંડિયન નેશનલ થિયેટરમાં લગભગ 150 નાટકો તથા 50 ડ્રામામાં ભાગ લીધો.

સદાશિવે સૌપ્રથમ ફિલ્મોમાં તક મળી વિજય તેંડુલકર દ્વારા. વિજયે તેમણે ગોવિંદ નિહલાણીની ફિલ્મ અર્ધ સત્યના એક પાત્ર માટે પસંદ કર્યાં. જોકે આ પાત્ર ખૂબ જ નાનુ હતું, પરંતુ આ એક નાનકડા પાત્રમાં પોતાની ભાવ-ભંગિમાઓ દ્વારા સદાશિવે સૌના દિલ જીતી લીધાં. પછી તો શરૂ થયો તેમની બહેતરીન ફિલ્મોનો સિલસિલો.

ચાલો તસવીરો સાથે જાણીએ સદાશિવ અમરાપુરકરે ભજવેલા યાદગાર પાત્રો :

અર્ધ સત્ય

અર્ધ સત્ય

અર્ધ સત્ય સદાશિવ અમરાપુકરના જીવનનો વળાંક સાબિત થઈ. ફિલ્મમાં તેમણે રમા શેટ્ટી નામનું પાત્ર ભજવ્યુ હતું. આ ફિલ્મ બદલ તેમને એટલા વખાણ મળ્યાં કે તેમને ફિલ્મફૅર ઍવૉર્ડ્સ દરમિયાન બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઍવૉર્ડ મળ્યો.

ખામોશ

ખામોશ

વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ખામોશમાં સદાશિવે બહેતરીન ભૂમિકા ભજવી હતી.

આખિરી રાસ્તા

આખિરી રાસ્તા

અમિતાભ બચ્ચન સાથે આખિરી રાસ્તા ફિલ્મમાં સદાશિવે શાનદાર વિલનની ભૂમિકા ભજવી હતી.

હુકૂમત

હુકૂમત

અનિલ શર્માની ફિલ્મ હુકૂમતમાં સદાશિવ અમરાપુકરે યાદગાર રોલ કર્યો હતો. ફિલ્મમાં દીનબંધુ દીનાનાથ ઉર્ફે ડીબીડીએનની ભૂમિકામાં સદાશિવે પોતાની શાનદાર ડાયલૉગ ડિલીવરી વડે પ્રાણ પૂરી દીધા હતાં.

સડક

સડક

સડક ફિલ્મ પણ સદાશિવ અમરાપુરકરના કૅરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક હતી. મહેશ ભટ્ટે સડક ફિલ્મમાં સદાશિવને જે રોલ આપ્યો, તે આજે પણ લોકોના દિલોમાં જીવંત છે. આ ફિલ્મ બદલ સદાશિવને બેસ્ટ વિલનનો ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો.

ઇશ્ક

ઇશ્ક

ઇશ્ક ફિલ્મમાં સદાશિવ અમરાપુકરે અજય દેવગણના પિતાનો રોલ કર્યો હતો.

ગુપ્ત

ગુપ્ત

સદાશિવના અનેક હિટ પાત્રો પોલીસ ઑફિસર તરીકેના હતાં કે જેમાં ગુપ્તનો પણ સમાવેશ થાય છે.

આંખેં

આંખેં

આંખેં ફિલ્મમાં પણ સદાશિવ અમરાપુરકરે એક પોલીસવાળાની ભૂમિકા ભજવી હતી.

બૉમ્બે ટૉકીઝ

બૉમ્બે ટૉકીઝ

થોડાક સમય અગાઉ રિલીઝ થયેલી ફિલ્મ બૉમ્બે ટૉકીઝમાં દિબાકર બૅનર્જીની વાર્તામાં સદાશિવ અમરાપુરકરે પણ એક બહેતરીન પાત્ર ભજવ્યુ હતું. ભલે તેમનું પાત્ર થોડીક જ મિનિટોનુ હતું, પરંતુ તેમણે દર્શકોને પ્રભાવિત કર્યા હતાં.

English summary
Sadashiv Amrapurkar died in Mumbai due to liver infection. Sadashiv Amrapurkar was 64 years old and worked in many Hindi and Marathi movies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X