સુહાગન બનીને ટેરેસ પર કોનો ઇંતજાર કરી છે ઉર્વશી રૌતેલા?, અભિનેત્રીએ આપ્યો જવાબ
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આ દિવસોમાં સતત ચર્ચામાં છે. ક્યારેક અભિનેત્રી ઓસ્ટ્રેલિયા જાય છે તો ક્યારેક કરવા ચોથની શુભકામનાઓ આપે છે. આવી સ્થિતિમાં તેની પોસ્ટને સતત ક્રિકેટર રીષભ પંત સાથે જોડવામાં આવી રહી છે. પોતાની પો
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા આ દિવસોમાં સતત ચર્ચામાં છે. ક્યારેક અભિનેત્રી ઓસ્ટ્રેલિયા જાય છે તો ક્યારેક કરવા ચોથની શુભકામનાઓ આપે છે. આવી સ્થિતિમાં તેની પોસ્ટને સતત ક્રિકેટર રીષભ પંત સાથે જોડવામાં આવી રહી છે. પોતાની પોસ્ટ માટે સતત ટ્રોલ થઈ રહેલી ઉર્વશી રૌતેલાએ આખરે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.

કોનો વેઇટ કરી રહી છે ઉર્વશી?
ઉર્વશી રૌતેલાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે. જેમાં તે માંગમાં સિંદૂર પહેરીને અને ગળામાં મંગળસૂત્ર પહેરીને ટેરેસ પર કોઈની રાહ જોતી જોવા મળે છે. આ વીડિયોમાં ઉર્વશી રૌતેલા ખૂબ જ દુઃખી છે. ત્યારથી, ચાહકો સતત તેની આ પોસ્ટને રીષભ પંત સાથે જોડી રહ્યા છે.
ઇંસ્ટા પોસ્ટ પર જણાવી સચ્ચાઇ
ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. વિડીયોના બેકગ્રાઉન્ડમાં ફિલ્મ મોહબ્બતેના સંગીત સાથે શાયરી વાગી રહી છે.

અભિનેત્રી બોલી- કોઇને મારી પરવા નથી
આ વીડિયો પર ઉર્વશી રૌતેલાએ આપેલા કેપ્શનમાં તેણે ટ્રોલ થવા બદલ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. વીડિયોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું કે, મારી સાથે શું થઈ રહ્યું છે, મને સ્ટોકર કહીને માને બુલી કરવામાં આવી રહી છે. કોઈ મારી પરવા કરતું નથી અને કોઈ મને સપોર્ટ કરતું નથી. એક મજબૂત સ્ત્રી તે છે જે ઊંડાણથી અનુભવે છે અને તેને પ્રેમ કરે છે. તેના હાસ્યની જેમ તેના આંસુ પણ ખૂબ વહે છે. તે સૌમ્ય અને શક્તિશાળી, વ્યવહારુ અને આધ્યાત્મિક બંને છે. તે વિશ્વને ભેટ છે.

ફેન્સે આપ્યા આવા રિએક્શન
એક્ટ્રેસના આ વીડિયો પર ફેન્સ સતત રિએક્શન આપી રહ્યા છે અને આ વીડિયોને રિષભ પંત સાથે જોડી રહ્યા છે. રીષભ પંત તરફ ઈશારો કરતા એક યુઝરે લખ્યું, 'તે વર્લ્ડ કપમાં વ્યસ્ત છે'. અન્ય એક યુઝરે લખ્યું કે, 'તે પહેલેથી જ ઈશા નેગી સાથે છે, તું કેમ રડે છે'. એક યુઝરે લખ્યું, રીષભ પંતનો જવાબ નથી આવ્યો તમને તેનું દુ:ખ છે.

સોશિયલ મીડિયા પર થઇ રહી છે ટ્રોલ
વાસ્તવમાં ઉર્વશી રૌતેલા છેલ્લા કેટલાક દિવસોથી રીષભ પંતને લઈને સતત ટ્રોલ થઈ રહી છે. બંને વચ્ચે ઘણા દિવસો સુધી શીતયુદ્ધ ચાલી રહ્યું હતું, પરંતુ તેમ છતાં અભિનેત્રીએ સોરી કહ્યું, ત્યારબાદ મામલો ઠંડો પડી ગયો. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા દ્વારા અભિનેત્રી સતત ક્રિકેટર પર પોતાનો પ્રેમ વરસાવી રહી છે. આવી સ્થિતિમાં યુઝર્સનું કહેવું છે કે અભિનેત્રી સતત તેમને સ્ટોક કરી રહી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
