Pics : ‘તેંત્રીસી’ બેબોને ટક્કર આપતી ‘પચાસી’ હવા-હવાઈ ગર્લ!

મુંબઈ, 4 માર્ચ : બૉલીવુડમાં બેબો તરીકે જાણીતા કરીના કપૂર અને હવા-હવાઈ ગર્લ તરીકે લોકપ્રિય શ્રીદેવી વચ્ચે એમ તો કોઈ મુકાબલો હોઈ જ ન શકે. આ બંને અભિનેત્રીઓ નથી ક્યારેય કોઈ ફિલ્મમાં સાથે આવી છે કે નથી તે બંને સમાન ઉંમર કે સમાન કાળની અભિનેત્રીઓ છે. એટલે બંને વચ્ચે સીધો કોઈ મુકાબલો થયો નથી અને કદાચ થશે પણ નહીં.

કરીના અને શ્રીદેવી વચ્ચે કોઈ સામ્યતા હોય, તે તેમની અટક એટલે કે કપૂર અંગેની કહી શકાય. જોકે હવે તો તે સમાનતા પણ મટી ચુકી છે. એક બાજુ રણધીર કપૂરના પુત્રી તરીકે કરીના કપૂર હવે સૈફ અલી ખાન સાથે લગ્ન બાદ કાયદેસર રીતે તો કરીના ખાન બની ચુક્યાં છે. ભલે તેઓ બૉલીવુડમાં પોતાની ઓળખ જાળવી રાખવા કરીના કપૂર ખાન કહેવાડતા હોય. બીજી બાજુ શ્રીદેવીને કપૂર અટક લગ્ન બાદ મળી છે. બોની કપૂર સાથે લગ્ન થતાં તેઓ શ્રીદેવી કપૂર થયાં છે. કરીના કપૂર છેલ્લે ગોરી તેરે પ્યાર મેં ફિલ્મમાં દેખાયા હતાં, તો શ્રીદેવીએ પણ ઇંગ્લિશ વિંગ્લિશ જેવી ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પોતાનું સફળ કમબૅક કર્યુ હતું.

ખેર, આજે અમે બંને અભિનેત્રીઓની કેટલીક તસવીરો સાથે બંને વચ્ચેના કૉમન મુદ્દા એટલે કે સૌંદર્ય વિશે ચર્ચા કરવા જઈ રહ્યાં છે. ચાલો આપ પણ જોડાવો અમારી સાથે આ ચર્ચામાં અને નક્કી કરો કે કોણ કોની ઉપર ભારે પડે છે.

મૅગેઝીન કવર પેજ પર ટક્કર

મૅગેઝીન કવર પેજ પર ટક્કર

શ્રીદેવી અને કરીના કપૂર વચ્ચે એમ તો કોઈ સીધી ટક્કર થાય નહીં, પણ તાજેતરમાં જ બંનેએ મૅગેઝીન કવર પેજ ઉપર પોતાની સુંદરતાના ઓજસ પાથર્યાં છે.

વૉગ પર કરીના

વૉગ પર કરીના

કરીના કપૂરે વૉગ મૅગેઝીનની માર્ચ, 2014ની આવૃત્તિના કવર પેજ ઉપર સ્થાન મેળવ્યું છે.

હાઈ બ્લિટ્ઝ પર શ્રીદેવી

હાઈ બ્લિટ્ઝ પર શ્રીદેવી

શ્રીદેવી પણ હાઈ બ્લિટ્ઝ મૅગેઝીનની માર્ચ, 2014ની આવૃત્તિના કવર પેજ પર ચમક્યાં છે.

હૉટ કરીના

હૉટ કરીના

કરીનાએ વૉગ માટે કરાયેલા ફોટોશૂટની તસવીરોમાં તેઓ ખૂબ જ હૉટ દેખાઈ રહ્યાં છે.

શ્રીનું તાજુ યૌવન

શ્રીનું તાજુ યૌવન

બીજી બાજુ શ્રીદેવીએ હાઈ બ્લિટ્ઝ માટે કરાયેલ ફોટોશૂટમાં તેમનું યૌવન જાણે તાજુ જ દેખાતું હોય તેવું લાગે છે.

માંગ જળવાયેલી છે

માંગ જળવાયેલી છે

કરીના કપૂર લગ્ન બાદ ફિલ્મોમાં કંઈ ખાસ ઉકાળી શક્યા નથી. સત્યાગ્રહ અને ગોરી તેરે પ્યાર મેં જેવી ફ્લૉપ ફિલ્મો બાદ પણ કરીનાની માંગ જળવાયેલી છે.

જાજરમાન ઇતિહાસ

જાજરમાન ઇતિહાસ

શ્રીદેવીનો ઇતિહાસ બૉલીવુડમાં જાજરમાન રહ્યો છે. તેમણે અનેક હિટ ફિલ્મો આપી છે અને તેઓ હવા-હવાઈ ગર્લ તરીકે જાણીતા છે.

તેંત્રીસી કરીના

તેંત્રીસી કરીના

કરીના કપૂરે બૉલીવુડમાં રિફ્યુજી ફિલ્મ સાથે શરુઆત કરી હતી અને તેઓ હાલ તેંત્રીસ વર્ષના થઈ ચુક્યાં છે.

શાનદાર કમબૅક

શાનદાર કમબૅક

પચાસ વર્ષના શ્રીદેવી થોડાક સમય માટે બ્રેક ઉપર હતાં, પરંતુ તેમણે ઇંગ્લિશ વિંગ્લિશ ફિલ્મ દ્વારા બૉલીવુડ અને ગ્લૅમર જગતમાં શાનદાર કમબૅક કર્યું છે.

અનેક ફિલ્મો લાઇનમાં

અનેક ફિલ્મો લાઇનમાં

કરીના કપૂર ભલે લગ્ન બાદ સફળ ફિલ્મ માટે તલસતા હોય, પરંતુ આમ છતાં બૉમ્બે સમુરાઈ સહિત અનેક ફિલ્મોમાં તેઓ આગામી સમયમાં દેખાવાનાં છે.

અદાકારીનો જલવો

અદાકારીનો જલવો

શ્રીદેવી પચાસ વર્ષે પણ શાનદાર અદાકારીનો જલવો દાખવી શકે છે અને તેમની ડિમાંડ જળવાયેલી છે. એટલે જ તો હાઈ બ્લિટ્ઝ જેવી મૅગેઝીને તેમને કવર પેજ માટે પસંદ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X