For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાનનો સવાલ - કોણ છે બૉલીવુડનો રીયલ કિંગ?

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 ડિસેમ્બર : જો બૉલીવુડમાં કિંગ ખાન નામે કોઈ પ્રખ્યાત હોય, તો તે છે શાહરુખ ખાન, કારણ કે તેમની જ ફિલ્મનું નામ બદશાહ હતું. એમ પણ બૉક્સ ઑફિસ રિપોર્ટના હિસાબે તેમની જ ફિલ્મો બૉક્સ ઑફિસે ચાલે છે. તેના કારણે લોકો તેમને કિંગ કહેવા લાગ્યાં છે, પરંતુ જો કોઈ સામાન્ય વ્યક્તિ પ્રજાને સવાલ કરે કે તે બતાવે કે બૉલીવુડનો કિંગ કોણ છે, ત્યારે સમજાય.

Salman-Shahrukh

પરંતુ સલમાન ખાન ભરી મહેફિલમાં પ્રજાને એમ સવાલ કરે, તો તેનો તો સીધો અર્થ એ જ કરી શકાયને કે તેઓ સીધા-સાદાં શાહરુખ ખાનને પડકાર ફેંકી રહ્યાં છે, કારણ કે પ્રજા જો તેમની સામે શાહરુખનું નામ લે, તો મુસીબત અને જો ન લે, તોય મુસીબત.

અને સલમાને આ મુસીબત દુબાઈના સ્ટેજ શો દરમિયાન પ્રજા સામે ઊભી કરી તથા સ્ટેજ ઉપરથી ચીસો પાડી પુછ્યું કે આપ લોકો બતાવો કે બૉલીવુડનો રીયલ કિંગ કોણ? હવે રીયલ સાથે કદાચ તેઓ પોતાની જાતને જોડી રહ્યા હતાં.

ખેર પ્રજા તો સલ્લુ મિયાના આ અંદાજ ઉપર ફિદા થઈ ગઈ. હવે જોવું રસપ્રદ રહેશે કે ઈંટનો જવાબ પત્થરથી આપનાર શાહરુખ મિયા આ અંગે કેવા પ્રત્યાઘાત આપે છે કે જે પોતે પણ દુબાઈમાં સલમાનના પૂર્વ પ્રેમિકા કૅટરીના કૈફ સાથે સ્ટેજ શો કરવાનાં છે. જબ તક હૈ જાન ફિલ્મની સફળતાથી હરખાઈ કેટલાંક આયોજકો શાહરુખ અને કૅટનો લાઇવ સ્ટેજ શો યોજવા જઈ રહ્યાં છે.

English summary
Who is the Real King in Bollywood asked Salman Khan in Dubai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X