રેખા માટે બર્થ ડે ઉજવી રહ્યાં છે બિગ બી?

મુંબઈ, 6 ઑક્ટોબર : કહેવાય છે ને કે ઇશ્ક અને મુશ્ક કેટલાંય છુપાવો, છુપાતાં નથી અને વૃદ્ધાવસ્થામાં તો મહોબ્બત વધુ રંગ લાવે છે. હવે વાત કરી રહ્યાં છીએ અમિતાભ બચ્ચનની કે જેમણે પોતાના ગયા જન્મ દિવસે જણાવ્યું હતું કે હવે તેમની ઉંમર નથી રહી જન્મ દિવસ ઉજવવાની. ગયા વર્ષે અમિતાભના જન્મ દિવસે તેમની એક ઝલક પામવા આતુર લોકો સામે અમિતાભે સ્મિત ફરકાવતાં આવું જ કહ્યું હતું અને જણાવ્યુ હતું કે લોકો મને પ્રેમ કરે છે, તે મને સારું લાગે છે, પણ હું પોતાનો બર્થ ડે ઉજવતો નથી. હા જો કોઈ મિત્ર મને મળવા મારે ઘેર આવવા માંગે તો તેનું સ્વાગત કરૂ છું.

Amitabh-Rekha

પરંતુ આ વખતે તો અમિતાભ સાહેબનાં પત્ની જયા બચ્ચન તેમના જન્મ દિવસે પાર્ટી યોજી રહ્યાં છે. આ પાર્ટીમાં રેખાના આવવાની આશા સેવાઈ રહી છે. આ પાર્ટી અમિતાભના જન્મ દિવસથી એક દિવસ અગાઉ એટલે કે 10મી ઑક્ટોબરે યોજાવાની છે. કે જે દિવસે રેખાનો પણ જન્મદિવસ છે. તો શું પાર્ટીઓથી દૂર રહેનાર અમિતાભ સાહેબ પોતાની પત્નીની વાત સાથે માત્ર એટલા માટે સંમત થઈ ગયાં કે ગેસ્ટલિસ્ટમાં રેખા પણ હતાં? શું અમિતાભને પોતાની ઉંમરનો આ વર્ષે ખ્યાલ નથી.

નોંધનીય છે કે એવા સમાચારો છે કે રાજ્યસભાના સભ્ય જયા બચ્ચને બિગ બીના જન્મ દિવસથી એક દિવસ અગાઉ એટલે કે 10મી ઑક્ટોરે એક મોટી પાર્ટી યોજી છે. આ પાર્ટી અનિલ અંબાણીના મુંબઈ સ્ટુડિયોના ધાબા હેઠળ યોજાશે. તેમાં ફિલ્મી હસ્તીઓ અને રાજ્યસભાના સભ્યોને પણ બોલાવામાં આવ્યાં છે અને કારણ કે રેખા પણ હવે રાજ્યસભાના સભ્ય છે, તેથી તેઓ પણ આ પાર્ટીમાં આમંત્રિત છે અને સંજોગોવશાત દસમી તારીખે રેખાનો પણ જન્મ દિવસ છે. તેથી કહેવાઈ રહ્યું છે કે રેખા અને અમિતાભ 30 વર્ષ બાદ એક સાથે પોતાનાંજન્મ દિવસ સાથે-સાથે ઉજવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X