Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Excl : પહેલાં 22 કિસ, હવે 26 વાર સેક્સ કેમ સુધીર સાહેબ?

મુંબઈ, 24 ડિસેમ્બર : જાતિય શોષણ આધારિત ઇનકાર ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક સુધીર મિશ્રા વધુ એક વાર હૅડલાઇન્સમાં છે. કારણ છે તેમની ફિલ્મમાં એકથી વધુ વખત સેક્સનો ઉચ્ચાર. કહેવાય છે કે લોકોમાં ખળભળાટ મચાવવા ફિલ્મના હીરો અર્જુન રામપાલ તથા અભિનેત્રી ચિત્રાંગદા સિંહ વચ્ચે સેક્સ રિલેશન એટલી સજીવતા સાથે રજુ કરાયું છે કે જે જોઈ લોકોને સત્યનો અહેસાસ થશે. તેથી સુધીર મિસ્રાએ આ દૃશ્યો યુટ્યુબ પર પ્રસારિત કરવાનો મનસૂબો કર્યો છે. ચર્ચા તો અહીં સુધી છે કે ફિલ્મમાં લગભગ 260 વખત સેક્સ શબ્દનો ઉચ્ચાર કરાયો છે.

આ ખબર આવ્યા બાદ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર લોકોએ ધડાધડ પ્રત્યાઘાતો આપવાના શરૂ કર્યાં છે. ફિલ્મી સમાચારોના વાંચકોએ સુધીર મિશ્રા વિરુદ્ધ તીખી ટીકાઓ કરી છે. લોકોએ ટ્વિટર પર લખ્યું છે કે ગત વર્ષે સુધીર મિશ્રાએ ફિલ્મ બનાવી હતી યહ સાલી ઝિંદગી. તેમાં સેકેંડ લીડ રોલ કરનાર અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ અભિનેતા અરુણોદય સિંહ સાથે 22 લિપલૉક આપ્યા હતાં અને આ વખતે જો સુધીર મિયા 260 વાર સેક્સ શબ્દનો પ્રયોગ કરી રહ્યાં છે, તો આશ્ચર્ય પામવા જેવું નથી. ફિલ્મી દુનિયામાં કેટલાંક લોકો એવા છે કે જેમને સેક્સ સિવાય કઈંક પિરસવાનું આવડતું નથી. યહ સાલી ઝિંદગીની જેમ ઇનકાર પણ ફ્લૉપ જશે. સુીર બાબુના સફેદ ખિચડી વાળ જોઈ લાગે છે કે તેઓ સાદગીપસંદ માણશ હસે, પરંતુ જનાબ ખૂબ રંગીન મિજાજ છે.

આપને જણાવી દઇએ કે ફિલ્મ યહ સાલી ઝિંદગીમાં પણ અભિનેત્રી ચિત્રાંગદા જ હતાં. ફિલ્મ રિલીઝના સમયે ચિત્રાંગદા અને સુધીર મિશ્રા વચ્ચે અફૅરના સમાચારો આવ્યા હતાં જે સુધીરે તો નહીં, પણ ચિત્રાંગદાએ ફગાવ્યા હતાં. ખેર જોઇએ કે આ વખતે સુધીરની ફિલ્મ સાથે શું થાય છે? હાલ તો લોકો તેમની સામે ખૂબ નારાજ દેખાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X