Pics : હૉસ્પિટલના ચક્કર કેમ કાપે છે વિદ્યા? શાદી કે સાઇડ ઇફેક્ટ્સ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 4 ફેબ્રુઆરી : વિદ્યા બાલન આજકાલ પોતાની આવનાર ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સને લઈને ચર્ચામાં છે. વિદ્યા પોતાના કો-સ્ટાર ફરહાન અખ્તર સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક બાજુ ફરહાન પોતાના ફિલ્મના શીર્ષકની વિપરીત કહી ચુક્યાં છે કે શાદીના કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી, તો બીજી બાજુ વિદ્યા બાલન અંગે ચર્ચાઓ છે કે તેઓ આજકાલ હૉસ્પિટલના ચક્કર કાપી રહ્યાં છે. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કરનાર વિદ્યાને શાદીની કોઈ (સાઇડ) ઇફેક્ટ્સ તો નથી થઈ?

એક સૂત્રએ એક ડેલી ન્યુઝને માહિતી આપી કે વિદ્યા બાલન નિયમિત રીતે એક હૉસ્પિટલની મુલાકાત લઈ રહ્યાં છે. મુંબઈની વેલનૉન સ્પેસિયલિટી હૉસ્પિટલમાં વિદ્યા બાલન છેલ્લા કેટલાંક અઠવાડિયાથી નિયમિત જઈરહ્યાં છે. દરમિયાન હૉસ્પિટલ સ્ટાફે આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે. રિપોર્ટ્સ મુજબ વિદ્યા બાલન આ હૉસ્પિટલમાં મોટાભાગે એકલા જાય છે. અમુક ટાઇમ તેઓની સાથે તેમના પારિવારિક સભ્યો પણ હોય છે.

કેમ હૉસ્પિટલના ચક્કર કાપી રહ્યાં છે વિદ્યા બાલન? વિદ્યા દ્વારા તબીબની નિયમિત મુલાકાત લેવા અંગે ઘણા પ્રકારની અફવાઓ ચાલી રહી છે, પરંતુ આ અંગે કોઈ પણ જાતનું કન્ફર્મેશન જાણવા મળ્યું નથી. વિદ્યા ગુપ્ત રીતે હૉસ્પિટલે જાય છે. વિદ્યા બાલન છેલ્લે 2013માં ઘનચક્કર ફિલ્મમાં ઇમરાન હાશમી સાથે દેખાયા હતાં. લગ્ન બાદની આ તેમની પહેલી ફિલ્મ હતી, તો આ વર્ષે વિદ્યાની ત્રણ-ત્રણ ફિલ્મો પંક્તિ છે. તેમાં શાદી કે સાઇડ ઇફેક્ટ્સ, બૉબી જાસૂસ અને હમારી અધૂરી કહાનીનો સમાવેશ થાય છે.

ખેર, હાલ તો વિદ્યા-ફરહાન શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પ્રમોશનમાં વ્યસ્ત છે : જુઓ તસવીરો

પ્રમોશનમાં વ્યસ્ત વિદ્યા-ફરહાન

પ્રમોશનમાં વ્યસ્ત વિદ્યા-ફરહાન

વિદ્યા બાલન આજકાલ પોતાની આવનાર ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સને લઈને ચર્ચામાં છે. વિદ્યા પોતાના કો-સ્ટાર ફરહાન અખ્તર સાથે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

હૉસ્પિટલના ચક્કર કેમ?

હૉસ્પિટલના ચક્કર કેમ?

એક બાજુ ફરહાન પોતાના ફિલ્મના શીર્ષકની વિપરીત કહી ચુક્યાં છે કે શાદીના કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી, તો બીજી બાજુ વિદ્યા બાલન અંગે ચર્ચાઓ છે કે તેઓ આજકાલ હૉસ્પિટલના ચક્કર કાપી રહ્યાં છે.

શાદી કે સાઇડ ઇફેક્ટ્સ તો નથી?

શાદી કે સાઇડ ઇફેક્ટ્સ તો નથી?

પ્રશ્ન એ ઊભો થાય છે કે સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન કરનાર વિદ્યાને શાદીની કોઈ (સાઇડ) ઇફેક્ટ્સ તો નથી થઈ?

સાઇડ ઇફેક્ટ્સ ગંભીર મુદ્દો નથી

સાઇડ ઇફેક્ટ્સ ગંભીર મુદ્દો નથી

ફરહાન અખ્તરે જણાવ્યું - પ્રામાણિકતાપૂર્વક કહું, તો લગ્નના સાઇડ ઇફેક્ટ્સનો મુદ્દો કોઈ બહુ ગંભીર નથી. આ બાબત દરેક વ્યક્તિ તથા સંબંધ આગળ લઈ જવા માટેની તેની રીત ઉપર અવલમ્બે છે.

ગુણોને યાદ રાખો

ગુણોને યાદ રાખો

ફરહાને લગ્નના સાઇડ ઇફેક્ટ્સમાંથી બચવાની યુક્તિ સુચવતાં જણાવ્યું - જીવનસાથીના જે ગુણો જોઈ આપને તેની સાથે પ્રેમ થયો હોય, માત્ર તે ગુણો જ કાયમ યાદ રાખવાની જરૂર છે.

વિદ્યા અંગે અફવાઓ

વિદ્યા અંગે અફવાઓ

બીજી બાજુ વિદ્યા અંગે અફવાઓ ચાલી નિકળી છે કે તેઓ વારંવાર હૉસ્પિટલે ચક્કર કેમ કાપી રહ્યા છે? કોઈક સારા વાનાં તો નથી ને?

એક સુંદર ડ્રામા

એક સુંદર ડ્રામા

સાકેત ચૌધરી દિગ્દર્શિત શાદી કે સાઇડ ઇફેક્ટ્સ 2006માં આવેલી ફિલ્મ પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સની સિક્વલ છે. લીડ રોલમાં વિદ્યા અને ફરહાન છે. ઉપરાંત વીર દાસ, રામ કપૂર તથા ગૌમતી કપૂર પણ નજરે પડશે.

28મીએ રિલીઝ

28મીએ રિલીઝ

શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મ આગામી 28મી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.

હી ઇઝ ઍ ગ્રેટ એક્ટર

હી ઇઝ ઍ ગ્રેટ એક્ટર

વિદ્યાએ જણાવ્યું - ફરહાન સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. મારે કહેવું છે કે હું તેમના કામને જાણુ છું. મેં તેમની ફિલ્મો જોઈ છે, પણ હું ખુશ છું કે મેં તેમની ભાગ મિલ્ખા ભાગ ત્યારે જોઈ કે જ્યારે અમારી ફિલ્મનું શૂટિંગ પરૂ થઈ ગયું.

વિદ્યા બહુ સારા અભિનેત્રી

વિદ્યા બહુ સારા અભિનેત્રી

ફરહાને પણ વિદ્યાના વખાણ કરતાં જણાવ્યું - ઈમાનદારીપૂર્વક કહું તો એક અભિનેતા કે દિગ્દર્શક તરીકે આપ તેવા કલાકારો સાથે કામ કરવા માંગો છે કે જેમને પોતાનું કામ કરવું બહેતર રીતે આવડતું હોય, જેમની અંદર કામ કરવાની ભૂખ હોય, જે આપને સાંભળવા અને આપની સાથે કંઈક શીખવા માંગતા હોય, કારણ કે સૌ કોઈ કામ કરવા દરમિયાન શીખે જ છે.

લગ્ન બાદ ચેંજ નહીં

લગ્ન બાદ ચેંજ નહીં

ડિસેમ્બર-2012માં યૂટીવી મોશનના સીઈઓ સિદ્ધાર્થ રૉય કપૂરના ત્રીજા પત્ની બનનાર અભિનેત્રી વિદ્યા બાલન માને છે કે લગ્ન બાદ મહિલાઓએ ચેંજ ન થવું જોઇએ. તેઓ જેવા પહેલા હતાં, તેવા જ તેમને રહેવું જોઇએ. તો જ પરિણીત જીવન શાંતિથી પસાર થાય છે.

English summary
Vidya Balan is visiting a renowned specialty hospital in Andheri, Mumbai quite frequently for reasons unknown.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.