કાર્તિક આર્યન કેમ થયા કરણ જોહરની દોસ્તાના 2માંથી બહાર? સામે આવ્યુ અસલી કારણ
મીડિયા રિપોર્ટસની માનીએ તો હવે ખબર પડી ગઈ છે કે છેવટે કેમ કાર્તિક આર્યનને ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મમાંથી કાઢી દેવામાં આવ્યો છે.
થોડા સમયથી સતત એ સમાચાર વિશે ચર્ચા છે કે કરણ જોહરની ધર્મા પ્રોડક્શનની ફિલ્મ દોસ્તાના 2થી કાર્તિક આર્યનની છુટ્ટી થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે આની પાછળ ઘણા કારણ ઘણા લોકો દ્વારા બતાવવામાં આવ્યા છે અને અત્યારે જે કારણ ચર્ચામાં છે તે સૌને ચોંકાવનારુ છે. મીડિયા રિપોર્ટસની માનીએ તો હવે ખબર પડી ગઈ છે કે છેવટે કેમ કાર્તિક આર્યનને ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મમાંથી કાઢી દેવામાં આવ્યો છે. સમાચારની માનીએ તો કાર્તિક આર્યને આ ફિલ્મને વર્ષ 2019માં સાઈન કરી હતી અને આના માટે તે 2થી 3 કરોડ રૂપિયા ચાર્જ કરવાના હતા. ત્યારબાદ તેની અમુક ફિલ્મો સામે આવી અને હિટ થઈ ગઈ.

સંપૂર્ણપણે અનપ્રોફેશનલ
હાલમાં કાર્તિક આર્યન લગભગ 10 કરોડ રૂપિયા એક ફિલ્મના લઈ રહ્યા છે. આના કારણે તેણે કરણ જોહરને ફી વધારવાની માંગ કરી હશે. જો કે કરણ જોહરનુ માનવુ છે કે આ સંપૂર્ણપણે અનપ્રોફેશનલ છે.

પત્તુ કાપી દીધુ
ત્યારબાદ તેણે આ ફિલ્મમાંથી કાર્તિક આર્યનનુ પત્તુ કાપી દીધુ. ત્યારબાદ સમાચાર સામે આવ્યા હતા કે આ ફિલ્મમાં કાર્તિક આર્યનની જગ્યાએ વિકી કૌશલ જોવા મળવાના છે જેના માટે અધિકૃત એલાન થવાનુ બાકી છે.

બેક ટુ બેક ફિલ્મો
તમને જણાવી દઈએ કે વિકી કૌશલ પાસે બેક ટુ બેક ફિલ્મો છે. કોરોનાથી તે હાલમાં રિકવર થયા છે. તેમની પાસે મિસ્ટર લેલે સાથે સરદાર ઉધમ સિંહ અને બીજી પણ ઘણી ફિલ્મો પાઈપલાઈનમાં છે. કરણ જોહરની આ ફિલ્મ દોસ્તાના 2 ઘણી જલ્દી શરૂ થવાની છે અને ફિલ્મમાં જહાનવી કપૂર જોવા મળવાની છે.












Click it and Unblock the Notifications
