સ્ટેજ પર અચાનક જ કેમ જોર-જોરથી રડવા લાગ્યો રણવીર સિંહ? જાણો શું થયુ હતુ, જુઓ Video

સ્ટેજ પર અચાનક જ કેમ જોર-જોરથી રડી પડ્યો રણવીર સિંહ? અહીં જાણો એવુ તો શું થયુ?

Ranveer Singh Crying Video: હિંદી સિનેમાના સુપરસ્ટાર રણવીર સિંહને રવિવારે રાતે દુબઈમાં યોજાયેલા ફિલ્મફેર અચીવર્સ મિડલ ઈસ્ટ અવૉર્ડ શોમાં સુપરસ્ટાર ઑફ ધ ડિકેટના ખિતાબથી નવાજવામાં આવ્યા. આ સમ્માન મળ્યા બાદ રણવીર સિંહ સ્ટેજ પર જોરજોરથી રડવા લાગ્યા અને તેને પોતાના સ્ટ્રગલના દિવસો યાદ આવી ગયા. તેની માતા અંજૂ ભવનાની પણ ઈમોશનલ થઈ ગયા. હાલમાં સોશિયલ મીડિયા પર રણવીર સિંહનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

અવૉર્ડ મળતા જ રડવા લાગ્યો રણવીર સિંહ

અવૉર્ડ મળતા જ રડવા લાગ્યો રણવીર સિંહ

રણવીર સિંહે દર્શકોમાં બેઠેલા પોતાના પિતા જગજીત સિંહ ભવનાની અને માતા અંજુ ભવનાની તરફ જોયુ અને પછી પોતાના સંઘર્ષની કહાની કહેવાનુ શરૂ કર્યુ. રણવીર સિંહે જણાવ્યુ કે કેવી રીતે તેના પિતાએ તેને પોતાનો પોર્ટફોલિયો બનાવવા માટે ભાગદોડ કરી જેથી તે બૉલીવુડમાં પ્રવેશ કરી શકે. રણવીર સિંહે એ પણ જણાવ્યુ કે કેવી રીતે તે પોતાની હાર પર રડતો હતો અને પછી તેની માતાને પૂછતો હતો કે શું તે ક્યારેય એક્ટર બની શકશે?

મમ્મી-પપ્પા માટે કહી આ વાત

મમ્મી-પપ્પા માટે કહી આ વાત

રણવીર સિંહ જ્યારે 'ફિલ્મફેર મિડલ ઈસ્ટ એવોર્ડ્સ' ફંક્શન દરમિયાન સ્ટેજ પર પહોંચ્યો ત્યારે અવોર્ડ મેળવ્યા બાદ ભાવુક થઈ ગયો હતો. તેણે રડતા રડતા તેના પિતા અને માતા તરફ જોયુ અને કહ્યુ - શું તમને યાદ છે પપ્પા, હું 12 વર્ષ પહેલા કોશિશ કરી રહ્યો હતો. હું મારો પોર્ટફોલિયો બનાવવા જઈ રહ્યો હતો... વિચાર્યુ કે હું મારુ કૉલિંગ કાર્ડ લઈશ અને બતાવીશ કે ભાઈ હું નવો એક્ટર છુ.

ચિંતા ના કર, તારા પપ્પા અહીં બેઠા છે...

ચિંતા ના કર, તારા પપ્પા અહીં બેઠા છે...

રણવીર સિંહે આગળ કહ્યુ - પ્લીઝ મને કામ આપો. પોર્ટફોલિયો માટે રૂ. 50,000નુ કોટેશન મળ્યુ...કહ્યુ કે સારો પોર્ટફોલિયો બનાવશે. મોટા ફોટોગ્રાફર પાસેથી બનાવડાવશે. મે કહ્યું કે પપ્પા 50 હજાર રૂપિયા બહુ મોંઘા છે, તો પપ્પાએ કહ્યુ ચિંતા ના કર, તારા પપ્પા અહીં બેઠા છે. આ પછી રણવીર સિંહે તેની મમ્મીને કહ્યુ - તમને યાદ છે મમ્મી નાના ઘરમાં...મારુ ઓડિશન બહુ ખરાબ ગયુ હતુ. પછી હું એરપોર્ટથી પાછો આવ્યો. હું રડતો હતો અને રડતા રડતા બોલ્યો કે મમ્મા મને ખબર નથી. મારુંઆ સપનુ ક્યારેય સાકાર થશે કે નહિ?

અવોર્ડ આદિત્ય ચોપરાને સમર્પિત કર્યો

રણવીરે કહ્યુ કે તેણે ક્યારેય વિચાર્યુ ન હતુ કે તે આટલો સફળ બનીને આ મંચ પર ઊભો રહી શકશે. આ ખરેખર તેના માટે જાદૂ જેવુ છે. રણવીર સિંહે પોતાનો અવોર્ડ આદિત્ય ચોપરાને સમર્પિત કર્યો અને કહ્યુ કે તેમણે તેને એક મોટી તક આપી જ્યારે અન્ય કોઈએ નહોતી આપી અને કહ્યુ કે મને મારો આગામી શાહરૂખ ખાન મળી ગયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X