તો એટલા માટે રણવીર સિંહની થઇ શાહરૂખ ખાનના 'FAN'માં એન્ટ્રી!
આમિર ખાન અને શાહરુખ ખાનની તથાકથિત 'મિત્રતા' કેવી છે એ તો ઇન્ડસ્ટ્રીમાં તમામ લોકો સારી રીતે જાણે છે. પરંતુ હવે તો રોજ Love-Hate સંબંધોમાં નવો વળાંક આવતો રહે છે. નહીંતર આમની કદના અભિનેતાઓ આવી રીતે સામસામે આવી જાય.. એ શોભે ખરુ?
જ્યારથી શાહરુખની આવનારી ફિલ્મ ફેનમાં રણવીર સિંહના કેમિયોની વાત આવી છે ત્યારથી દરેક સોશિયલ સાઇટ પર ફેન્સ એ જ વાત પર ચર્ચા કરી રહ્યા છે કે શાહરુખે એવું માત્ર આમિરને કોપી કરવા માટે કર્યું છે.

જો ફેનની આ ગોસિપને અવોઇડ કરવામાં આવે તો ફિલ્મના નિર્દેશક છે મનીષ શર્મા જેમની સાથે રણવીરે બેંડ બાજા બારાતમાં ડેબ્યૂ કરી અને ત્યાર બાદ લેડીઝ વર્સિઝ રિકી બહલમાં પણ કામ કર્યું. બસ એટલા માટે મનીષના કહેવા પર રણવીર માની ગયા. આમ પણ શાહરુખ ખાનની ફિલ્મ છે, કોઇ સુકામ સુકરવા ના પાડે.












Click it and Unblock the Notifications
