સૈફનું ‘થૅંક યૂ બેટા’ સાંભળી ગભરાઈ ગયાં શ્રીદેવી
મુંબઈ, 19 ઑક્ટોબર : અરે આપને આંચકો લાગ્યો ને... આપ વિચારતાં હશો કે સૈફ-કરીનાએ લગ્ન કરતાં શ્રીદેવીને કેમ ડર લાગી રહ્યો છે. તેની પાછળ એક મોટું કારણ છે. હકીકતમાં સૈફ-કરીનાની નિકાહ પાર્ટીમાં શ્રીદેવી પોતાની બંને પુત્રીઓ સાથે પહોંચ્યા હતાં.

જ્યારે તેમની બીજી પુત્રીએ સૈફને શુભેચ્છા આપી, તો સૈફે બહુ વ્હાલપૂર્વક તેની તરફ જોઈ જણાવ્યું થૅંક યૂ બેટા. આ સાંભળ્યા બાદ તો શ્રીદેવી જાણે એકદમથી ગભરાઈ ગયાં અને જેટલું બને તેમ જલ્દીથી તેઓ પોતાની બંને પુત્રીઓને લઈ પાર્ટીમાંથી નિકળી ગયાં.
બેટા કહી બેગમ બનાવી
હકીકતમાં 21 વર્ષ અગાઉ એટલે કે 1991માં જ્યારે સૈફ અને અમૃતા સિન્હાના લગ્ન થયા હતાં, તે વખતે કરીનાની ઉંમર માત્ર 10-12 વર્ષ હતી. તે પણ સૈફને મુબારકબાદી આપવા સ્ટેજે પહોંચી હતી, તો સૈફે તેને પણ કહ્યુ હતું થૅંક યૂ બેટા. અને તે વખતની બેટા આજે તેમની બેગમ બની ગયાં છે.
તેથી જ્યારે શ્રીદેવીએ સૈફના મોઢેથી પોતાના પુત્રી માટે થૅંક યૂ બેટા સાંભળ્યું, તો તેમનું ગભરાઈ જવું સ્વાભાવિક હતું.
આપને જણાવી દઇએ કે કરીના કપૂર ઉંમરમાં સૈફ કરતાં 10 વર્ષ નાના છે.












Click it and Unblock the Notifications
