આખરે ઘનચક્કર માટે કેમ ખાસ છે વિદ્યા બાલન ?
મુંબઈ, 4 જાન્યુઆરી : આજકાલ લોકો વિદ્યા બાલનની ખૂબ અને ખુલીને વખાણ કરી રહ્યાં છે. આખરે કેમ? કૉમેડી ફિલ્મ ઘનચક્કર માટે ફિલ્મના એક્ટર ઇમરાન ખાને પહેલા વિદ્યાના વખાણો કર્યાં, તો હવે ફિલ્મના દિગ્દર્શક રાજકુમાર ગુપ્તાએ વિદ્યાના વખાણ કર્યાં છે. આ સૌની પાછળ ક્યાંક અભિનેત્રી વિદ્યા બાલનનું હિટ થવું તો નથી? કારણ કે ચડતા સૂર્યને તો સૌ પૂજે છે. તેથી કદાચ વિદ્યાની પણ સૌ પ્રશંસા કરી રહ્યાં છે, કારણ કે જે વિદ્યા ગઈકાલ સુધી દિગ્દર્શકો માટે ઠંડા, અનપ્રોફેશનલ અને પ્રૌઢ હતાં, તે જ વિદ્યા હવે સુંદર, સેક્સી અને પ્રોફેશનલ થઈ ગયાં છે.

સતત બૉક્સ ઑફિસે વિદ્યાએ હિટ ફિલ્મો આપી છે. તે પણ કોઈ મોટા નામ કે સિતારા વગર. ધ ડર્ટી પિક્ચર દ્વારા નેશનલ ઍવૉર્ડ પામનાર વિદ્યા બાલનની ડિમાંડ હાલ બેફામ રીતે વધી ગઈ છે.
નોંધનીય છે કે રાજકુમાર ગુપ્તાએ જણાવ્યું છે - મને વિદ્યાની એ વાત ખૂબ ગમી કે તેઓ પોતાના કામ સાથે સમજૂતી નથી કરતાં. તેથી જ તો તેઓ એક ગઢાયેલા કલાકાર છે, કારણ કે સાચો કલાકાર તે જ હોય છે કે જે પોતાના કામ પ્રત્યે કોઈ બેદરકારી નથી રાખતો અને આ જ વિદ્યાની સફળતાનો મૂળમંત્ર છે. વિદ્યાએ ફિલ્મ ઘનચક્કરનું પોતાના ભાગનું તમામ શુટિંગ પૂર્ણ કર્યું છે. તે પણ પોતાના લગ્ન અગાઉ જ.
બીજી બાજુ વિદ્યાના વખાણ કરતાં આ અગાઉ ઇમરાન હાશમીએ જણાવ્યું કે વિદ્યા ખૂબ સારા અભિનેત્રી છે. વિદ્યા સાથે કામ કરવામાં મજા આવી રહી છે. વિદ્યા બોલ્ડ એન્ડ બ્યૂટીફુલ છે. રીયલી તેમની સાથે તો હું ફિલ્મમાં બિલ્કુલ ઘનચક્કર જ થઈ ગયો છું.












Click it and Unblock the Notifications
