Pics : શું તમન્ના માટે અક્કી સાબિત થશે લક્કી!
મુંબઈ, 22 જુલાઈ : હિમ્મતવાલા ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર તમન્ના ભાટિયા હવે ખેલાડી અક્ષય કુમાર સાથે દર્શકો સમક્ષ આવી રહ્યાં છે. સિંઘમ અજય દેવગણ સાથે હિમ્મતવાલા ફિલ્મ તરીકે પોતાનું બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર તમન્નાને જોકે પ્રથમ ફિલ્મ પાસેથી નિરાશા જ સાંપડી, પરંતુ તમન્નાને કદાચ હવે ખેલાડી સાથેની ફિલ્મ ઇટ્સ એંટરટેનમેંટ પાસેથી ઘણી આશાઓ હશે.
સંવાદ લેખક જોડી સાજિદ-ફરહાદ દિગ્દર્શિત ઇટ્સ એંટરટેનમેંટ એક હાસ્ય ફિલ્મ હશે. ફિલ્મમાં અક્ષય કુમાર તથા તમન્ના ભાટિયા લીડ રોલ કરી રહ્યાં છે. તાજેતરમાં જ ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ફિલ્મનું શૂટિંગ પુરઝડપે ચાલી રહ્યું છે. ફિલ્મમાં પ્રકાશ રાજ, સોનૂ સૂદ તથા મિથુન ચક્રવર્તી પણ છે.
તમન્ના ભાટિયાએ સાજિદ ખાન દિગ્દર્શિત હિમ્મતવાલા ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી હતી. તેમાં તેમના હીરો અજય દેવગણ હતાં, પરંતુ ફિલ્મ ફ્લૉપ સાબિત થઈ હતી. હવે તમન્ના આવી રહ્યાં છે અક્ષય કુમાર સાથે. જોઇએ સિંઘમ સાથે પછડાડ ખાનાર તમન્ના ભાટિયા માટે અક્કી કેટલાં લક્કી સાબિત થાય છે.

અક્ષય સાથે તમન્ના
ગોલમાલ શ્રેણીની ફિલ્મ અને બોલ બચ્ચનના સંવાદ લખનાર આ જોડીએ ઇટ્સ એંટરટેનમેંટ ફિલ્મમાં તમન્ના ભાટિયાને મુખ્ય નાયિકા તરીકે લીધાં છે. તમન્ના ભાટિયા છેલ્લે અજય દેવગણ સાથેની હિમ્મતવાલા ફિલ્મમાં દેખાયા હતાં. તે તેમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ હતી.

હિમ્મતવાલા સાથે શરુઆત
તમન્ના ભાટિયાએ અજય દેવગણની ફિલ્મ હિમ્મતવાલા સાથે બૉલીવુડ કૅરિયરની શરુઆત કરી હતી, પરંતુ આ ફિલ્મ ફ્લૉપ જતાં તમન્ના નિરાશ થઈ ગયા હતાં.

દિગ્દર્શક બન્યાં સાજિદ-ફરહાદ
લેખક જોડી સાજિદ-ફરહાદ હવે દિગ્દર્શક બની ગયાં છે અને દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ ઇટ્સ એંટરટનમેંટ આવી રહી છે.

અક્ષય ગૉડ ફાધર
સાજિદે જણાવ્યું - હું કહેવા માંગીશ કે અક્ષય અમારા ગૉડ ફાધર છે. તેઓ એવી શખ્સિયત છે કે જેમણે અમને દિગ્દર્શન માટે પ્રોત્સાહિત કર્યાં. અમે આ વાતથી ખુશ છીએ કે પ્રથમ ફિલ્મમાં અમે અક્ષય કુમારને દિગ્દર્શિત કરીશું.

મનોરંજક ફિલ્મ હશે
ફરહાદે જણાવ્યું - આ એક પૂર્ણત્વે મનોરંજક ફિલ્મ હશે. આ એક વ્યાવસાયિક ફિલ્મ છે. અમને આશા છે કે દર્શકો અમે બંનેને દિગ્દર્શકો તરીકે સ્વીકારશે. ફિલ્મના અન્ય કલાકારોમાં પ્રકાશ રાજૂ, સોનૂ સૂદ તથા મિથુન ચક્રવર્તીનો પણ સમાવેશ થાય છે.

બૅંકૉકમાં શૂટિંગ
ઇટ્સ એંટરટેનમેંટનું શૂટિંગ બૅંકૉક ખાતે થઈ રહ્યું છે. ફિલ્મ આવતા વર્ષે માર્ચમાં રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
