#MeToo: પાર્ટીમાં આખી રાત દારૂ પીતા રહેતા પીયૂષ મિશ્રા, અછી મારો હાથ પકડીને...
#MeToo: પાર્ટીમાં આખી રાત દારૂ પીતા રહેતા પીયૂષ મિશ્રા, અછી મારો હાથ પકડીને...
નવી દિલ્હીઃ #MeToo કેમ્પેઈન અંતર્ગત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કેટલાય પ્રખ્યાત લોકોનું નામ યૌન શોષણના મામલામાં સામે આવ્યું છે. હવે આ સિલસિલામાં લેખક અે અભિનેતા પીયૂષ મિશ્રા પર પણ એક મહિલાના યૌન શોષણનો આરોપ લાગ્યો છે. એક મહિલાએ ફેસબુક પર પોતાની આપવીતી સંભળાવતા જણાવ્યું કે એક પાર્ટીમાં પીયૂષ મિશ્રાએ એમની સાથે ફ્લર્ટ કરવાની કોશિશ કરી અને એમનો હાથ પણ ખોટી રીતે પકડતા હતા. મહિલાના આરોપો બાદ મિશ્રાએ તેના પર સ્પષ્ટતા આપતા કહ્યું કે તેમને આ મામલે કંઈ યાદ નથી અને તેઓ માફી માગે છે.

મહિલાએ પીયૂષ મિશ્રા પર આરોપ લગાવ્યો
બૉલીવુડના દિગ્ગજ લેખક, સંગીતકાર, નિર્દેશક અને અભિનેતા પીયૂષ મિશ્રાનું નામ પણ #MeTooમાં સામે આવ્યું છે. મીડિયામાં કામ કરતી એક મહિલાએ ફેસબુક પર પોતાની આપવીતી સંભળાવતા કહ્યું કે પીયૂષ મિશ્રાએ એક પાર્ટીમાં એમની સાથે ખોટી રીતે વર્તાવ કર્યો હતો. મહિલાએ લખ્યું કે 2014માં એક પાર્ટીમાં તે ફેન તરીકે પીયૂષ મીશ્રાને મળી હતી. આ પાર્ટીમાં પીયૂષ મિશ્રા મુખ્ય અતિથિ હતા. 'હું ખુણામાં ઉભી હતી, એમણે મને બોલાવી અને તેની બાજુમાં બેસવા કહ્યું. મેં એમને જણાવ્યું કે હું એમની બહુ મોટી ફેન છું. જે બાદ એમણે 20-25 લોકો સામે મારી સાથે ફ્લર્ટ કરવાનું શરૂ કરી દીધું.'

મારો હાથ પકડ્યો અને
મહિલાએ આગળ લખ્યું કે, 'પીયુષ મિશ્રાએ મારી આંખોમાં જોઈને ગીત ગાયું. ત્યાં સુધી બધુ જ સારું હતું. તેઓ પાર્ટીમાં આખી રાત દારૂ પીતા રહ્યા અને પાર્ટી પૂરી થઈ ત્યાં સુધી તો તેઓ ભારે નશામાં હતા. સૌકોઈ પાર્ટીને છોડીને જઈ રહ્યું હતું. હું મારા મિત્રની રાહ જોઈ રહી હતી જેથી ઘરે જઈ શકું. હું જેવી જ પીયૂષ મિશ્રાની બાજુમાંથી નીકળી તો તેમણે મારો હાથ પકડી લીધો અને ઘસવા લાગ્યા.' પીયૂષ મિશ્રાની આવી હરકત કરવા બાદ યવતી ચીસો પાડવા નાખી હતી.

સફાઈમાં મિશ્રાએ કહ્યું- દારૂના નશામાં હતી, યાદ નહિ
ચીસો સાંભળીને તમામ લોકો મહિલા પાસે આવ્યા અને તેને ત્યાંથી લઈ ગયા. મહિલાએ લખ્યું કે જો પાર્ટીમાં હોસ્ટ હાજર ન હોત તો તે પીયૂષ મિશ્રા દ્વારા યૌન શોષણનો શિકાર થઈ શકે તેમ હતી. આ મામલે પીયૂષ મિશ્રાએ સફાઈ આપતા કહ્યું કે મને આ મામલે કંઈ યાદ નથી હું દારૂના નશામાં હતો અને મારા શબ્દો તથા વર્તાવ માટે માફી માગુ છું.

#MeTooમાં બૉલીવુડના કેટલાય ચેહરા બેનકાબ થયા
પીયૂષ મિશ્રાએ માફી માગતા મહિલાએ કહ્યું કે તે આ મુદ્દાને હવે આગળ વધારવા માગતી નથી. જણાવી દઈએ કે બૉલીવુડમાં સુભાષ ઘાઈ, આલોક નાથ, નાના પાટેકર, રોનિત રૉય સહિત કેટલાય લોકોનું નામ યૌન શોષણના મામલામાં સામે આવ્યું છે. ત્યારે રાજનીતિમાં પણ આરોપીઓને બેનકાબ કરવાની પહેલ તેજ થઈ રહી છે. વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર સાત મહિલા પત્રકારોના યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. અકબર પર આરોપ લાગ્યા બાદથી વિપક્ષે એમના રાજીનામાંની માગણી શરૂ કરી દીધી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
