સફળતા માટે નાચવા-ગાવા તૈયાર દેઓલ પરિવાર !
મુંબઈ, 28 ફેબ્રુઆરી : કહે છે ને કે માણસ દોલત-પ્રસિદ્ધિ માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે. હવે ભલે તેણે 50ની ઉંમરે પણ નાચવું-ગાવું કેમ ન પડે? આપ સમજી ગયા હશો કે અમે કોની વાત કરીએ છીએ? હા જી, અમે વાત કરીએ છીએ બૉલીવુડના હી મૅન ધર્મેન્દ્રના બંને સાહેબઝાદો સન્ની દેઓલ તથા બૉબી દેઓલની. એ વાતમાં કોઈ શંકા નથી કે બંને અભિનેતાઓ જાણીતી હસ્તીઓ છે, પરંતુ છેલ્લા કેટલાંક વખતથી બંનેના સિતારા બૉક્સ ઑફિસે ઝાંકા જ રહ્યાં છે.

પોતાના બાળકોને સફળતા અપાવવા માટે ધર્મેન્દ્રે પોતાની વૃદ્ધાવસ્થા અવગણી ફિલ્મ યમલા પગલા દીવાના બનાવી કે જે સુપરહિટ રહી. તેની સફળતાથી ખુશ દેઓલ પરિવાર હવે તેની સિક્વલ યમલા પગલા દીવાના 2 બનાવવા તૈયાર છે. તેમાં બંને પુતરો પોતાના પપ્પાને જ કૉપી કરવાનાં છે. તેઓ ડાંસ તો કરશે જ, ગીત પણ ગાશા. હવે આપ જ વિચારી શકો છો કે સન્ની દેઓલ નાચતા-ગાતા કેવા લાગશે? પરંતુ સક્સે માટે માણસ કંઈ પણ કરવા તૈયાર રહે છે. તેથી સન્ની-બૉબી બંને આ કામને અંજામ આપવામાં વ્યસ્ત છે. જોઇએ હવે તેમની આ મહેનત કેટલી લેખે લાગે છે?
જોકે બંને જ અભિનેતાઓ આ બાબત પોતાના પપ્પાના સન્માન સાથે જોડવા માંગે છે. બંનેનું કહેવું છે કે પપ્પાએ ગાયેલ ગીતોનું કૉપી કરવું પોતાનામાં એક સુખદ અંદાજ છે કે જે પપ્પા માટે અમારા તરફથી સરપ્રાઇઝ ગિફ્ટ હશે. આપને બતાવી દઇએ કે યમલા પગલા દીવાના 2 ફિલ્મમાં બંને ભાઈ એક ગીત ગાવાનાં છે કે જે તેમના પપ્પા ધરમપાજીને સમર્પિત હશે. ગીતના બોલ છે મૈં તે એદે હી નચના... આ ગીતમાં બૉબી અને સન્ની ધર્મેન્દ્રના ડાંસ સ્પેટની કૉપી પણ કરશે.












Click it and Unblock the Notifications
