ફરી યતીમ થઈ ગયાં શાહરુખ ખાન
મુંબઈ, 22 ઑક્ટોબર : કદાચ શાહરુખ ખાન માટે હાલ સૌથી કપરો સમય છે. હજુ થોડાંક દિવસ અગાઉ તેમના પિતા સમાન મેકઅપ મૅન રવિ ઇંદુલકરનું નિધન થયું અને ગઈકાલે રવિવારે તેમને પુત્રની જેમ પ્રેમ કરનાર યશ ચોપરા ફાની દુનિયા છોડી ચાલ્યા ગયાં.

શાહરુખને ફિલ્મી કૅનવાસે પ્રેમનો બાદશાહ બનાવનાર યશ ચોપરાની વિદાયથી બેહદ દુઃખી કિંગ ખાને ફેસબુક ઉપર લખ્યું છે કે વિશ્વાસ નથી થઈ રહ્યો કે એવું થયું છે.
શાહરુખે લખ્યું - જ્યારે મારો કોઈ પ્રેમ આ દુનિયામાંથી વિદાય લે છે, તો હું અનુભવું છું કે તેની સાથે મારો એક ભાગ પણ ચાલ્યો ગયો. એક દિવસ એવો આવશે કે જ્યારે મારી પાસે કઈં જ નહિં હોય. પછી ખ્યાલ આવે છે... હું તેમનો એક ભાગ પોતાનામાં પણ અનુભવું છું.
પરંતુ લાગે છે કે શાહરુખ ખાને યશજીને ભૂલવું બહુ જ મુશ્કેલ હશે. ફરી એક વાર કિંગ ખાન પોતાની જાતને એકલાં અને યતીમ-અનાથ જેવાં અનુભવી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે તેને સંયોગ કહિએ કે પછી શાહરુખનું સૌભાગ્ય કે યશ ચોપરાની છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનમાં પણ શાહરુખ ખાન જ છે. ફિલ્મ એક રોમેન્ટિક કથા છે. ફિલ્મ દીવાળીએ એટલે કે 13મી નવેમ્બરે રિલીઝ થવાની છે.












Click it and Unblock the Notifications
