ઇતિહાસ સર્જવાની તૈયારીમાં છે અનુષ્કા

મુંબઈ, 8 નવેમ્બર : યશ ચોપરાની ફિ્લ્મ જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે ખૂબ ચર્ચામાં છે. ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં શાહરુખ ખાન, કૅટરીના કૈફ અને અનુષ્કા શર્મા છે. ફિલ્મ માટે માત્ર એટલું જ કહેવાઈ રહ્યું છે કે ફિલ્મમાંપ્રથમ વાર કિંગ ખાન બૉલીવુડની બાર્બી ગર્લ કૅટરીના કૈફ સાથે નજરે પડનાર છે. કોઈનું ધ્યાન ફિલ્મની બીજી અભિનેત્રી અનુષ્કા શર્મા તરફ નથી, પરંતુ આ તમામ વાતોથી નિશ્ચિંત અનુષ્કાના વિચારો કઈંક ઓર જ કહે છે.

Anushka Sharma

યશ રાજ ફિલ્મ્સ (વાયએરએફ)ની શોધ અનુષ્કા શર્માનું કહેવું છે કે તેમનું નામ ફિલ્મ જબ તક હૈ જાન સાથે ઇતિહાસમાં નોંધાઈ જશે, કારણ કે જ્યારે પણ યશ ચોપરાની ફિલ્મ જેટીએચજેની વાત થશે, ત્યારે એમ જ કહેવાશે કે યશજીની છેલ્લી ફિલ્મની હીરોઇન અનુષ્કા હતી.

અનુષ્કાએ જણાવ્યું કે તેમને હૃદયથી ખૂબ ખુશી અને શાંતિ છે કે તેઓ યશજીની છેલ્લી ફિલ્મમાં કામ કરી શક્યાં. લોકોનું સપનુંહોય છે કે તેઓ યશજી સાથે કામ કરે અને મને ખુશી છે કે મને ઊપરવાળાની દયાથી આ તક નસીબ થઈ.

આપને જણાવી દઇએ કે પ્રણય-ત્રિકોણ વાર્તાઓ માટે જાણીતાં યશ રાજ બૅનરની ફિલ્મોમાં સામાન્ય રીતે બીજી હીરોઇન વધુ નામ કમાઈ લે છે. ભલે પછી તે દાગ ફિલ્મની રાખી હોય કે પછી દિલ તો પાગલ હૈ ફિલ્મની કરિશ્મા કપૂર.. બંને ફિલ્મની લીડ હીરોઇન કરતાં વધુ પસંદ કરવામાં આવ્યા હતાં.

સામાન્ય રીતે યશ રાજ પોતાની ફિલ્મોમાં બીજી હીરોઇનનું કૅરેક્ટર ખાનગી રાખે છે કે જેથી લોકોનુ ઉત્સુકતા ફિલ્મ પ્રત્યે જળવાઈ રહે. તેથી અનુષ્કાનું પાત્ર પણ દમદાર અને સુંદર હશે. ફિલ્મ જબ તક હૈ જાન પાસે એવી જ આશા સેવી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X