યશજી મારી સાથે હતાં, છે અને રહેશે : શાહરુખ
મુંબઈ, 30 ઑક્ટોબર : બૉલીવુડના બાદશાહ ખાન એટલે કે શાહરુખ ખાનની જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે ફિલ્મ આગામી 13મી નવેમ્બરના રોજ મોટા પડદે પહોંચનાર છે. આ ફિલ્મના પ્રથમ પ્રમોશનમાં યોજાયેલ પ્રેસ કૉન્ફ્રેંસમાં કિંગ ખાન ખૂજ લાગણીશીલ અને ઇમોશનલ થઈ ગયાં. તેમણે યશજીને યાદ કરતાં જણાવ્યું કે લાગતું જ નથી કે યશજ ક્યાંક જતાં રહ્યાં છે. મેં તેમની સાથે 20 વર્ષ સુધી કામ કર્યું અને આગળ પણ કરવા માંગતો હતો.

શાહરુખે જણાવ્યં - યશજી હંમેશા મારી સાથે હતાં, છે અને રહેશે. તેમણે હંમેશા મને એક પુત્રની જેમ પ્રેમ કર્યો છે. તેથી હું પોતાની જાતને તેમનાથી જુદો કઈ રીતે માની શકું. જબ તક હૈ જાન ફિલ્મ યશજી કરતાં મારા માટા વધુ ટચિંગ છે.
નોંધનીય છે કે પોતાના પિતા સમાન યશ ચોપરાના બેસણાંમાં પહોંચેલા શારુખ પોતાની જાતને રોકી નહોતા શક્યાં અને જણાવ્યુ હતું કે અલ્લાહ મિયાં યશજીના આત્માને શાંતિ આપે. હું તો ફરીથી યતીમ થઈ ગયો. એક વાર મારા અબ્બા મને છોડીને ગયા હતાં અને આજે યશજી મને છોડી ચાલ્યા ગયાં.
જબ તક હૈ જાન અને સન ઑફ સરદાર એક જ દિવસે રિલીઝ થવાં અંગે શાહરુખે જણાવ્યું કે કોઈના માટે પણ ફિલ્મ રિલીઝિંગની તારીખમાં ફેરફાર કરવાનું કહેવું અયોગ્ય છે. યશજી ઇચ્છતા હતાં કે બીજી ફિલ્મ પણ સારું પ્રદર્શન કરે. તમામ ફિલ્મો મહત્વની છે.
જબ તક હૈ જાનમાં શાહરુખ સાથે કૅટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ છે. ફિલ્મમાં સંગીત એ. આર. રહેમાનનું છે તથા ગીતો ગુલઝાર દ્વારા લખાયાં છે. બીજી બાજુ સન ઑફ સરદારમાં અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા લીડ રોલમાં છે. આ એક કૉમેડી ફિલ્મ છે.












Click it and Unblock the Notifications
