ગાંધીગીરી, ભાઈગીરી, દાદાગીરી.... બસ, હવે ચાલશે બકરાગીરી!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 4 માર્ચ : આપણે ગાંધીગીરી, ભાઈગીરી, દાદાગીરી અને બચ્ચાગીરી જેવા અનેક શબ્દો સાંભળેલા છે, પણ હવે આવી રહી છે બકરાગીરી. સાંભળતા વિચિત્ર લાગે છે, પણ યે હૈ બકરાપુર ફિલ્મમાં આપણને હવે રૂપેરી પડદે બકરાગીરી જ જોવા મળવાની છે.

યે હૈ બકરાગીરી બૉલીવુડ ફિલ્મ છે કે જેનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે કે જેનો સ્પષ્ટ સંકેત છે કે આ ફિલ્મ જોરદાર કૉમેડી ફિલ્મ હશે. ફિલ્મમાં બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન પ્રત્યેની ઘેલછાની તો એ હાલત છે કે ફિલ્મના મુખ્ય પાત્ર બકરાને એકદમ શાહરુખના જ અંદાજમાં ચમકાવવામાં આવ્યો છે. યે હૈ બકરાપુર એક વ્યંગ્ય ફિલ્મ છે કે જેને ગ્રામ્ય પૃષ્ઠભૂમિ ઉપર રચવામાં આવી છે.

ચાલો તસવીરો સાથે જાણીએ યે હૈ બકરાપુર ફિલ્મ અને શાહરુખની દીવાનગી વિશે :

યે હૈ બકરાપુરનું પોસ્ટર રિલીઝ

યે હૈ બકરાપુરનું પોસ્ટર રિલીઝ

યે હૈ બકરાપુરનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં અંશુમન ઝા, આસિફ બસરા, અમિત સિયાલ તથા ઉત્કર્ષ મજૂમદાર લીડ રોલ કરી રહ્યાં છે.

બકરાનું નામ શાહરુખ

બકરાનું નામ શાહરુખ

યે હૈ બકરાપુર એક વ્યંગ્ય ફિલ્મ છે કે જેને ગ્રામ્ય પૃષ્ઠભૂમિ ઉપર રચવામાં આવી છે. ફિલ્મની વાર્તા આઠ વર્ષના જુલ્ફી કુરૈશી તથા તેના પ્રિય બકરાની છે. યે હૈ બકરાપુર ફિલ્મનું મુખ્ય પાત્ર જુલ્ફી કુરૈશીના પ્રિય બકરો જ છે કે જેનું નામ શાહરુખ છે.

શાહરુખ મેં રબ દિખતા હૈ

શાહરુખ મેં રબ દિખતા હૈ

યે હૈ બકરાપુરમાં શાહરુખ એ હદે છવાયેલા છે કે પોસ્ટર ઉપર પણ લખેલું છે - યહાં શાહરુખ મેં રબ દિખતા હૈ.

પરિવર્તનનો પવન

પરિવર્તનનો પવન

યે હૈ બકરાપુરના લેખિકા-દિગ્દર્શિકા જાનકી વિશ્વનાથન છે. એસ. અરુણચાલમ નિર્મિત ફિલ્મ 25મી એપ્રિલે રિલીઝ થવાની છે. સાચે જ આ ફિલ્મ સંકેત આપે છે કે બૉલીવુડમાં પરિવર્તનનો પવન ફુંકાઈ રહ્યો છે.

જુઓ ટ્રેલર

બસ સ્લાઇડર ઉપર ક્લિક કરી જુઓ યે હૈ બકરાપુર ફિલ્મનું મજાનું ટ્રેલર.

English summary
Yeh Hai Bakrapur is a Bollywood movie, directed by Janaki Vishwanathan. Starring Anshuman Jha, Asif Basra, Amit Sial and Uttkarsh Majumdar in lead roles.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.