બાય બાય 2013 : ટેલી-બૉલી-હૉલી... સર્વત્ર સક્રિય બિગ બી!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 28 ડિસેમ્બર : બિગ બી એટલે કે અમિતાબ બચ્ચન એક એવું નામ છે કે જે મનોરંજનના દરેક ક્ષેત્રે સંભળાઈ જ જાય છે. વર્ષ 2013 હવે જવાની તૈયારી કરી રહ્યુ છે, ત્યારે સદીના આ મહાનાયક માટે આ વર્ષ કેવું રહ્યું, એનું પણ સરવૈયુ કરવા જેવુ છે.

એમ તો એક આખા વર્ષનું જ્યારે સરવૈયુ કરતા હોઇએ, ત્યારે મનોરંજન ક્ષેત્રે કોઈ વ્યક્તિ વિશેષનું સરવૈયુ કરવા કોઈ ન બેશે, પણ વાત જ્યારે અમિતાભ બચ્ચનની હોય, તો આ વ્યક્તિ પોતાની જાતમાં આખુ મનોરંજન જગત છે, એમ કહેવામાં અતિશ્યોક્તિ નથી. એટલે જ તો અમિતાભ બચ્ચન વિશે અલગથી વર્ષ 2013ની સમીક્ષા કરવી જ અયોગ્ય ન ગણાય.

અમિતાભ બચ્ચન માટે વર્ષ 2013 એવુ રહ્યું કે તેઓ મનોરંજનના દરેક ક્ષેત્રે સક્રિય દેખાયાં. નાના પડદા એટલે કે ટેલીવિઝનથી લઈ મોટા પડદા એટલે કે બૉલીવુડ સુધી તેઓએ હાજરી નોંધાવી, તો હૉલીવુડ ફિલ્મમાં પણ અભિનય કરી અમિતાભે પોતાની સક્રિયતા ભારત બહાર પણ નોંધાવી. ઉપરાંત તેઓ સતત ઈવેંટ્સમાં પણ દેખાયાં.

આવો તસવીરો સાથે જાણીએ વર્ષ 2013 અને અમિતાભ બચ્ચન :

ઘટનાઓથી પરિપૂર્ણ વર્ષ

ઘટનાઓથી પરિપૂર્ણ વર્ષ

મહાનાયક અમિતાભ બચ્ચન માટે વર્ષ 2013 ગત વર્ષની જેમ ઘટનાઓથી પરિપૂર્ણ રહ્યું છે. આ વર્ષે પણ તેમણે ટેલીવિઝન પર કૌન બનેગા કરોડપતિ 7 શો રજૂ કર્યો છે. આ શોનું દિગ્દર્શન અનુરાગ કશ્યપે કર્યુ હતું.

મહેનત માંગી લેતો નાનો પડદો

મહેનત માંગી લેતો નાનો પડદો

પોતાના અનુભવ શૅર કરતાં બિગ બીએ જણાવ્યું - ટેલીવિઝન કાર્યક્રમ મનોરંજનના અન્ય વ્યવસાયની જેમ સખત મહેનત ધરાવતુ કામ છે... મુશ્કેલ પણ. આ સુંદર વ્યવસાયના બીજા પાસામાં જોડાવાની તક મળવી સુખદ છે.

દિગ્દર્શકની કઠપૂતળી

દિગ્દર્શકની કઠપૂતળી

અમિતાભે જણાવ્યું - હું બીજા કરતા જુદો નથી. મારી ભાગીદારી એક કલાકાર તરીકે છે. હું દિગ્દર્શની ઇચ્છા પ્રમાણે વરતુ છું.

હૉલીવુડ ફિલ્મમાં અમિતાભ

હૉલીવુડ ફિલ્મમાં અમિતાભ

અમિતાભ બચ્ચને વર્ષ 2013માં હૉલીવુડ ફિલ્મ ધ ગ્રેટ ગેટ્સબાયમાં કામ કર્યું.

સત્યાગ્રહ

સત્યાગ્રહ

અમિતાભે બૉલીવુડમાં આ વર્ષે એક જ ફિલ્મ કરી. પ્રકાશ ઝાની સત્યાગ્રહ ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક આંદોલનકર્તા તરીકે દેખાયાં.

મહિલાઓનું સહન કરવુ ચાલુ

મહિલાઓનું સહન કરવુ ચાલુ

ગત વર્ષે થયેલ દિલ્હી બળાત્કાર કાંડ અને આ વર્ષે તહેલકાના પૂર્વ તંત્રી તરુણ તેજપાલની બાબતમાં બિગ બીએ જણાવ્યું - આપે જે બનાવો વિશે જણાવ્યું, તેમાં એક કૉમન કડી છે અને તે એ છે કે મહિલાઓ પર અત્યાચાર અને અવાંછિત વ્યવહાર. અપમાન કે જે મહિલાઓએ સહન કર્યું અને સહન કરવુ ચાલુ છે, તે આ વર્ષે પ્રકાશમાં આવ્યું.

વધુ એક વર્ષ ગયું...

વધુ એક વર્ષ ગયું...

અમિતાભે જણાવ્યું - વધુ એક વર્ષ જતુ રહ્યું. અને વધુ એક આવવાનું છે.. તેના પછી એક અને... વધુ એક અને...

શ્રમિકોના સન્માનાર્થે..

શ્રમિકોના સન્માનાર્થે..

અમિતાભ બચ્ચને રાજ ઠાકરે સાથેના કાર્યક્રમમાં હાજરી આપવા અંગે ઊભા થયેલા વિવાદ વિશે જણાવ્યું - હું એક એવા સમારંભમાં હાજર રહ્યો કે જે ફિલ્મ જગતના ઉપેક્ષિત શ્રમિકોને સન્માન આપવા માટે યોજાયુ હતું. હું એવા સારા કાર્યોને કાયમ ટેકો આપતો રહીશ.

English summary
The year 2013 has been as eventful as any previous year for Amitabh Bachchan. This year he took the plunge into fiction on television and says that it is as demanding as any other form of entertainment.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.