તસવીરો સાથે જુઓ કોણે-કોણે કર્યા 2014માં લગ્ન...

વર્ષ 2014માં અનેક બૉલીવુડ અને ટેલીવિઝન સેલિબ્રિટીઓ લગ્નના પવિત્ર બંધનથી જોડાઈ ગયાં. તેમાંના કેટલાકને મીડિયાએ માથે ચઢાવ્યાં, તો કેટલાકના લગ્ન મીડિયામાં ચમક્યા જ નહીં. જોકે, આ વર્ષે રાણી મુખર્જી તથા આદિત્ય ચોપરાના લગ્ન સૌથી વધુ ચોંકાવનારા હતા, પરંતુ તેમના ફૅન્સ આ લગ્નથી બહુ ખુશ થયા હતાં. બીજી બાજુ સલમાન ખાન વર્ષ 2014માં પોતાના લગ્ન માટે નહીં, પણ પોતાના બહેન અર્પિતાના લગ્ન અંગે ચર્ચામાં રહ્યાં. તેના કરતા પણ વધુ ચર્ચા આ બાબતની રહી કે અર્પિતા અને આયુષના લગ્નમાં ત્રણેય ખાનો સલમાન-આમિર-શાહરુખનો મેળાવળો પણ થયો.

ચાલો તસવીરો સાથે જોઇએ 2014માં કઈ 14 સેલિબ્રિટીઓના થયાં લગ્ન :

રાણી-આદિત્ય

રાણી-આદિત્ય

રાણી મુખર્જી અને આદિત્ય ચોપરાએ 21મી એપ્રિલે ઇટાલી ખાતે અંગત સમારંભમાં લગ્ન કર્યાં. આ લગ્ન પ્રસંગે તેમના નજીકના સંબંધીઓ અને પરિજનો જ હાજર રહ્યા હતાં.

વીર-શિવાની

વીર-શિવાની

બૉલીવુડ એક્ટર વીર દાસે પોતાની ગર્લફ્રેન્ડ શિવાની માથુર સાથે આ જ વર્ષે લગ્ન કર્યાં. બંનેના લગ્ન શ્રીલંકામાં યોજાયાં. મીડિયામાં તેની ખાસ નોંધ ન લેવાઈ.

અર્પિતા-આયુષ

અર્પિતા-આયુષ

સલમાન ખાનના બહેન અર્પિતા ખાન અને આયુષ શર્માના લગ્ન સૌથી વધુ ચર્ચિત લગ્ન રહ્યાં. આ લગ્ન દરમિયાન શાહરુખ ખાન અને આમિર ખાને પણ હાજરી આપી હતી. સલમાને આ લગ્નમાં મન મૂકીને ખર્ચ કરી આ લગ્નને યાદગાર બનાવી દીધાં.

પુલકિત-શ્વેતા

પુલકિત-શ્વેતા

ફુકરે સ્ટાર પુલકિત સમ્રાટે પણ પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા રોહિરા સાથે ગત 3જી નવેમ્બરે લગ્ન કર્યાં. આ લગ્નમાં પણ ચર્ચાના કેન્દ્રમાં સલમાન જ રહ્યાં. શ્વેતાને સલમાન પોતાની બહેન માને છે. તેથી સલમાને આ લગ્નમાં હાજરી જ નહોતી આપી, પણ કન્યાદાન પણ કર્યુ હતુ.

ગૌરવ-કીરત

ગૌરવ-કીરત

વીજે, એક્ટર તથા સ્પોર્ટ્સ એંકર ગૌરવ કપૂરે 2જી નવેમ્બરે ગર્લફ્રેન્ડ કીરત ભટલ સાથે લગ્ન કર્યાં. લગ્ન ચંડીગઢ ખાતે થયાં કે જ્યાં બૉલીવુડ ઉપરાંત ક્રિકેટ જગતની હસ્તીઓ પણ હાજર રહી.

દીયા-સાહિલ

દીયા-સાહિલ

દીયા મિર્ઝા તથા સાહિલ સંઘાએ 18મી ઑક્ટોબરે લગ્ન કર્યાં. ચાર દિવસીય લગ્ન સમારંભમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી.

આફતાબ-નીન

આફતાબ-નીન

બે વર્ષોથી એક-બીજાને ડેટ કર્યા બાદ આફતાબ શિવદાસાણી તથા નીન દુસાંજે લગ્ન કરી લીધાં. હૉંગકૉંગથી આવેલા નીને આફતાબ સાથે સાત ફેરા ફર્યાં.

અરિજીત-કોયલ

અરિજીત-કોયલ

સુપર હિટ સિંગર અરિજીત સિંહે બાળપણના પ્રેમ કોયલ રૉય સાથે લગ્ન કર્યાં.

આહના-વૈભવ

આહના-વૈભવ

હેમા માલિની અને ધર્મેન્દ્રની દીકરી આહના દેઓલે બિઝનેસમૅન વૈભવ વોરા સાથે લગ્ન કર્યાં. આ લગ્નમાં પણ બૉલીવુડની મોટી હસ્તીઓ સામેલ થઈ.

જ્હૉન-પ્રિયા

જ્હૉન-પ્રિયા

2જી જાન્યુઆરી, 2014ના રોજ બૉલીવુડ એક્ટર જ્હૉન અબ્રાહમે પ્રિયા રુંચાલ સાથે સરપ્રાઇઝ લગ્ન કર્યાં. બંનેની મુલાકાત 2010માં થઈ હતી. પ્રિયા લૉસ એંજલ્સમાં ઇન્વેસ્ટમેંટ બૅંકર છે.

રણવિજય-પ્રિયંકા

રણવિજય-પ્રિયંકા

એમ ટીવી વીજે અને બૉલીવુડ અભિનેતા રણવિજય સિંહે 10મી એપ્રિલે ગર્લફ્રેન્ડ પ્રિયંકા વોરા સાથે લગ્ન કર્યાં. લગ્ન કેન્યામાં યોજાયાં. તે અગાઉ સગપણ દુબઈ તથા લંડન ખાતે થયા હતાં. પંજાબી સ્ટાઇલમાં લગ્ન થયાં.

રુસલાન-નિરાલી

રુસલાન-નિરાલી

અભિનેત્રી અંજના મુમતાઝના દીકરા રુસલાન પણ આ વર્ષે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. રુસલાને વૅલેંટાઇન ડેએ નિરાલી મહેતા સાથે કોર્ટ મૅરેજ કર્યાં. બંનેએ 3જી માર્ચે ગુજરાતી સ્ટાઇલમાં લગ્ન કર્યાં.

દીપિકા-રોહિત

દીપિકા-રોહિત

દીયા ઔર બાતી હમ ફૅમ દીપિકા સિંહ ઉર્ફે સંધ્યાએ સીરિયલના દિગ્દર્શક રોહિત રાજ સાથે 2જી મેએ લગ્ન કર્યાં.

નિકિતિન-કૃતિકા

નિકિતિન-કૃતિકા

ટીવી એક્ટર નિકિતિન ધીર અને કૃતિકા સેંગરે પણ સપ્ટેમ્બરમાં લગ્ન કરી લીધાં. તેમના લગ્ન સમારંભમાં ટેલીવિઝન તથા બૉલીવુડ જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X