Year Ender 2021: બૉલિવુડના આ અભિનેતા-અભિનેત્રીઓએ આ વર્ષે કર્યા લગ્ન

આ વર્ષે ઘણા એક્ટરો સાત ફેરા લઈને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ચૂક્યા છે. જાણો કોણ છે એ.

મુંબઈ: બૉલિવુડની સૌથી સુંદર અભિનેત્રીમાંની એક એવી કેટરીના કૈફ છેવટે હવે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. કેટરીના કૈફ અભિનેતા વિકી કૌશલની દુલ્હન બનવાની છે. રાજસ્થાનમાં થવા જઈ રહેલ તેમના શાહી લગ્ન હાલમાં છવાયેલા છે. વર્ષ 2021 માત્ર કેટરીના કૈફના જીવનની ખાસ પળોને લઈને અલવિદા નથી રહ્યુ પરંતુ આ વર્ષે ઘણા એક્ટરો સાત ફેરા લઈને લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ચૂક્યા છે.

રાજકુમાર અને પત્રલેખાના લગ્ન

રાજકુમાર અને પત્રલેખાના લગ્ન

15 નવેમ્બર, 2021ના રોજ એક્ટર રાજકુમાર અને પત્રલેખાએ ચંદીગઢમાં લગ્ન કર્યા. તેમના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા. રાજકુમાર રાવ અને પત્રલેખાની જોડીને ફેન્સનો જબરદસ્ત પ્રેમ મળ્યો. તેમના સિમ્પલ મેરેજનો અંદાજ લોકોને ખૂબ ગમ્યો.

યામી ગૌતમ અને આદિત્ય ધરના લગ્ન

યામી ગૌતમ અને આદિત્ય ધરના લગ્ન

4 જૂન, 2021ના રોજ યામી ગૌતમ અને આદિત્ય ધર લગ્નના બંધનમાં બંધાયા. યામી પોતાના ઉરી ફિલ્મની રિલીઝના થોડા દિવસ બાદ જ લગ્ન કર્યા અને સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટા મૂકીને ફેન્સને સરપ્રાઈઝ કરી દીધા. યામીએ પોતાની માની સાડી પહેરીને આદિત્ય ધર સાથે સાત ફેરા લીધા. એટલુ જ નહિ તે દુલ્હનનો મેકઅપ કરવા માટે પાર્લર સુધી પણ નહોતી ગઈ. તેની બહેને તેને તૈયાર કરી હતી. દુલ્હન બનેલી યામી ખૂબ સુંદર લાગી રહી હતી.

અંગિરા ધર આનંદ તિવારીના લગ્ન

અંગિરા ધર આનંદ તિવારીના લગ્ન

એપ્રિલ 2021ના રોજ અભિનેત્રી અંગિરા ધર અને ફિલ્મ ડાયરેક્ટર આનંદ તિવારીએ સિક્રેટ લગ્ન કરી લીધા. બધાને ત્યાં સુધી ભનક ના પડી જ્યાં સુધી બંનેએ સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટા શેર ન કર્યા. કોરોનાના કારણે માત્ર પરિવારના સભ્ય અને ખૂબ નજીકના મહેમાન જ આ લગ્નમાં શામેલ થયા હતા.

દિયા મિર્ઝા વૈભવ રેખીના લગ્ન

દિયા મિર્ઝા વૈભવ રેખીના લગ્ન

ફેબ્રુઆરી 2021માં હિંદી ફિલ્મોની સુંદર અભિનેત્રી દિયા મિર્ઝાએ બિઝનેસમેન વૈભવરેખી સાથે લગ્ન કર્યા. બંનેના આ બીજા લગ્ન હતા. આ સાથે જ આ લગ્નમાં કન્યાદાન અને વિદાયના રસમો ન થઈ. દિયા અને વૈભવના લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે બંનેના લગ્ન એક મહિલા પંડિતે કરાવ્યા હતા.

વરુણ ધવન અને નતાશાના લગ્ન

વરુણ ધવન અને નતાશાના લગ્ન

જાન્યુઆરી, 2021ના રોજ અભિનેતા વરુણ ધવને પોતાની વર્ષો જૂની ગર્લ ફ્રેન્ડ નતાશા સાથે સાત ફેરા લીધા હતા. બંનેના લગ્ન ખૂબ જ છવાયા હતા. આ લગ્ન પરિવારજનોની હાજરીમાં અલગીબાગમાં થયા હતા કારણકે એ વખતે કોરોનાની બીજી લહેર પીક પર હતી. આ કારણે મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા નહોતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X