Year Ender 2022: ગૂગલ પર મોસ્ટ સર્ચડ અભિનેત્રી બની કેટરીના કૈફ, જાણો
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી એશિયન એક્ટ્રેસ બની ગઈ છે. ગૂગલે હાલમાં જ ટોપ 10 સૌથી વધુ સર્ચ કરાયેલા એશિયનોની યાદી બહાર પાડી છે. કેટરિના કૈફ વર્ષ 2022માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી એશિયન અભિનેત
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી એશિયન એક્ટ્રેસ બની ગઈ છે. ગૂગલે હાલમાં જ ટોપ 10 સૌથી વધુ સર્ચ કરાયેલા એશિયનોની યાદી બહાર પાડી છે. કેટરિના કૈફ વર્ષ 2022માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનારી એશિયન અભિનેત્રી બની ગઈ છે. આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાને પાછળ છોડીને કેટરીના કૈફ ટોચ પર છે. ટોપ 10ની યાદીમાં કેટરિના સાતમા, આલિયા આઠમા અને પ્રિયંકા નવમા સ્થાને છે.

આ યાદીમાં પ્રથમ નંબર દક્ષિણ કોરિયન બેન્ડ BTS ફાઈવનો છે. આ બેન્ડના ચાહકો માત્ર કોરિયામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. બીજા નંબરે જંગકૂક છે, જે પોતે BTS બેન્ડના ગ્રૂપ મેમ્બર છે. ત્રીજા નંબર પર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી છે. ચોથા નંબરે જિમિન, પાંચમા નંબરે દિવંગત ગાયિકા લતા મંગેશકર અને છઠ્ઠા નંબર પર દક્ષિણ કોરિયાની ગાયિકા લિસા છે.












Click it and Unblock the Notifications
