YJHD First Look : હસીન-માદક-હૅપ્પી છે રણબીર-દીપિકા
મુંબઈ, 19 ફેબ્રુઆરી : બૉલીવુડના એક્સ લવર દીપિકા પાદુકોણે તેમજ રણબીર કપૂર બ્રેકઅપ બાદ ફરી એક વાર રૂપેરી પડદે જાદુ વિખેરવા તૈયાર છે. આ વખતે તેમના જાદુનું નામ છે યે જવાની હૈ દીવાની. ફિલ્મનો ફર્સ્ટ લુક આઉટ થઈ ચુક્યો છે. સોમવારે મોડી રાત્રે ફિલ્મનું પ્રથમ પોસ્ટર લૉન્ચ થયું. ફર્સ્ટ લુકમાં જ બંને સ્ટાર્સ ખૂબ ખુશ, હસીન અને માદક દેખાય છે.

યે જવાની હૈ દીવાની એટલે કે વાયજેએચડીના ફર્સ્ટ પોસ્ટરમાં રણબીર-દીપિકા બંનેનો હૅપ્પી લુક દેખાય છે. તેથી અનુમાન કરી શકાય કે ફિલ્મ મસ્તીથી ભરપૂર છે. ફિલ્મના બીજા પોસ્ટરમાં બંને સ્ટાર્સ હોળી રમતાં દર્શાવાયાં છે. કહેવાય છે કે વાયએચજેડી દ્વારા બંને સ્ટાર્સ પુનઃ નજીક આવ્યાં છે. બંને વચ્ચેની ફરિયાદો દૂર થઈ ગઈ છે, પરંતુ હજી સુધી દીપિકાએ માત્ર એટલું જ કહ્યું છે કે અમે બંને જૂના સંબંધો અંગે વિચારતાં નથી, પણ સારા મિત્રો છીએ.
જોકે રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે બંને સ્ટાર્સ કંઈ પણ કહે, પરંતુ લોકોની નજરે બંને એક-બીજા માટે બેસ્ટ છે. તાજેતરમાં જ થયેલ એક સર્વે મુજબ રણબીર અને દીપિકાની જોડી પરફેક્ટ જોડી છે. આ યાદીમાં રણબીર સાથે કૅટરીનાની જોડી માટે 22.30 અને પ્રિયંકા ચોપરાની જોડી માટે 13.86 ટકા વોટ મળ્યાં, જ્યારે 64 ટકાએ દીપિકા-રણબીરની જોડીને બેસ્ટ ગણી છે.
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે અગાઉ પ્રેમી યુગલ હતાં અને લાંબા અફૅર બાદ બંને વચ્ચે 2009માં બ્રેકઅપ થઈ ગયું. આ બંનેની જૂની રિલેશનશિપને હવે પુનઃ હવા મળી છે. વાયજેએચડી આગામી 31મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના દિગ્દર્શક આર્યન મુખર્જી તથા નિર્માતા કરણ જૌહર છે.












Click it and Unblock the Notifications
