દીપિકાના હૃદયની ખૂબ જ નજીક છે યે જવાની...

દીપિકાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે યે જવાની હૈ દીવાની એટલે કે વાયજેએચડી ફિલ્મમાં તેમનો રોલ તેમના હૃદયની ખૂબ નજીક છે, કારણ કે આ પાત્ર બિલ્કુલ એવું જ છે કે જેવાં તેઓ રીયલ લાઇફમાં છે. દીપિકાએ આ કૅરેક્ટરને પોતાના કૉકટેલ ફિલ્મના કૅરેક્ટર વેરોનિકા સાથે કમ્પૅર કરતાં જણાવ્યું કે વેરોનિકા તેનાથી એકદમ અલગ છે. તેમણે જણાવ્યું - હકીકતમાં યે જવાની હૈ દીવાની ફિલ્મ રીલ લાઇફમાં હું જેવી છું, તેવી જ મને બતાવશે. વેરોનિકા જેવી હું નથી. હકીકતમાં હું વેરોનિકાના કૅરેક્ટર કરતાં બિલ્કુલ અલગ છું.
દીપકા પાદુકોણની પોતાના બૉયફ્રેન્ડ સાથે આ બીજી ફિલ્મ હશે. બંનેની પ્રથમ ફિલ્મ હતી બચના ઐ હસીનો હતી. થોડાંક દિવસ અગાઉ સમાચાર આવ્યા હતાં કે યે જવાની હૈ દીવાની ફિલ્મમાંથી દીપિકાને કાઢી અનુષ્કા શર્માને લેવા અંગે વિચારાઈ રહ્યુ હતું, પરંતુ હવે જ્યારે ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે અને તેમાં દીપિકા જ નજરે પડે છે. હાલ તો દીપિકા ભલે કોઈ પણ કારણ આપે, પરંતુ આપણે સમજી શકીએ કે આ ફિલ્મ દીપિકાના હૃદયની નજીક કેમ છે?












Click it and Unblock the Notifications
