Pics : રુહ અફઝાએ ફરમાવ્યો વાયજેએચડી ઉપર પ્રતિબંધ!
મુંબઈ, 11 જૂન : યે જવાની હૈ દીવાની ફિલ્મમાં રુહ અફઝા ડ્રિંક ભલે માત્ર બે સીન્સમાં બતાવાયું છે, પણ આબે સીન્સે આખી ફિલ્મના ટેલીવિઝન પ્રદર્શન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. રુહ અફઝા કમ્પનીએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે યે જવાની હૈ દીવાનીમાં રુહ અફજા અંગે કેટલાંક વાંધાજનક સંવાદો બોલાયાં છે કે જેથી તેમના બ્રાન્ડની ઇમેજ બગડી શકે છે.
વાયજેએચડી ફિલ્મમાં રુહ અફઝા અંગે રણબીર કપૂરે કેટલાંક એવા સંવાદો બોલ્યાં છે કે જેથી કમ્પનીને લાગે છે કે ટેલીવિઝન દર્શકો રુહ અફઝા અંગે કંઇક ખોટું વિચારી શકે છે અને તેમના ગ્રાહકો ઓછા થઈ શકે છે. હાઈકોર્ટના જજ મનમોહન સિંહે સોમવારે રુહ અફઝા કમ્પનીની આ અરજી ઉપર ચુકાદો આપ્યો કે યે જવાની હૈ દીવાની સામે ફરમાવાયેલ પ્રતિબંધ માત્ર ટેલીવિઝન સુધીનો જ છે, સિનેમા હૉલ માટે નથી.
હાઈકોર્ટે વાયજેએચડી ફિલ્મના દિગ્દર્શક, નિર્માતા તથા રાઇટરને પણ નોટિસ પાઠવી છે. હાલ તો કેસની સુનાવણી દિલ્હી હાઈકોર્ટ 16મી જુલાઈએ કરશે. તે દરમિયાન ફિલ્મ ટેલીવિઝન ઉપર નહિં દર્શાવી શકાશે. કમ્પનીનું કહેવું છે કે રુહ અફઝાના શોખીનો ઘરે-ઘરે મોજૂદ છે અને યે જવાની હૈ દીવાની ફિલ્મમાં રણબીર કપૂર આ ડ્રિંક અંગે કંઇક એવું કહે છે કે તેની બ્રાન્ડ ઇમેજ ઉપર ખોટી અસર પડે છે.
આવો જાણીએ કે એવું શું કહેવાયું છે વાયજેએચડીમાં કે જે રુહ અફઝાની ઇમેજ બગાડી શકે છે.

રુહ અફઝાનો વાંધો
વાયજેએચડીની શરુઆતમાં જ એક સીન છે કે જ્યારે રણબીર પોતાના ઘરે પરત ફરે છે અને તેમના માતા તેમને રુહ અફજા લાવી પાવે છે. રણબીરના પિતા ફારુખ શેખ પણ ત્યાં હોય છે. રણબીર રુહ અફઝા પીધા બાદ કહે છે કે રુહ અફઝા બહુ ખરાબ છે. સારૂં નથી.

રણબીરને નથી ગમતું રુહ અફઝા
ફિલ્મમાં રણબીરને રુહ અફઝા નથી ગમતું, પણ તેના ઘરે રુહ અફઝા બને છે અને તેના પૅરેંટ્સને ગમે છે. રણબીરના માતા તેને રુહ અફઝા આપે છે, ત્યારે રણબીર કહે છે કે તેને ગમતું નથી.

છેલ્લે સુધી ખરાબ કહ્યું
રણબીરે ફિલ્મમાં જ્યારે પણ તેના માતા રુહ અફઝા લઈને આવે છે, ત્યારે તે કહે છે કે બધુ બદલાઈ ગયું, રુહ અફઝા સિવાય. તે આજે પણ એટલું જ ખરાબ લાગે છે.

રણબીરના ફૅન્સ પણ કરશે નફરત
રણબીરની ફૅન ફૉલોઇંગ બહુ વધારે છે. કમ્પનીને લાગ્યું હશે કે જો રણબીરને રુહ અફઝા ન ગમે, તો પછી તેના ફૅન્સ પણ તેની સાથે નફરત કરવા લાગશે અને કમ્પનીને નુકસાન થશે.

16મી જુલાઈએ ચુકાદો
દિલ્હી હાઈકોર્ટ રુહ અફઝાના વાંધા સામે 16મી જુલાઈએ ચુકાદો આપવાની છે.












Click it and Unblock the Notifications
