Trailer : ઝંજીર જેવો દમ નથી લાગતો ઝંજીરમાં!
મુંબઈ, 8 જુલાઈ : તાજેતરમાં જ અમિતાભ બચ્ચનની પ્રથમ હિટ ફિલ્મ ઝંજીરની રીમેકનું ટ્રેલર જારી થયું છે. આ ટ્રેલર જોયા બાદ લોકો બહુ નિરાશ થયાં છે, કારણ કે ઝંજીરની રીમેકમાં તે દમ નથી કે જે અમિતાભ બચ્ચનની મૂળ ફિલ્મમાં હતો. અમિતાભની ઝંજીરે અનેક રેકૉર્ડ તોડ્યા હતાં અને સાથે જ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન આ ફિલ્મ બાદ જીવનની ઝંજીર સાથે જોડાઈ ગયા હતાં.

કહે છે કે ઝંજીર ફિલ્મ દરમિયાન જ અમિ-જયાને પ્રેમ થયો હતો. ઝંજીરમાં અમિતાભ બચ્ચન અને પ્રાણ વચ્ચે પણ સારી એવી મૈત્રી થઈ ગઈ હતી, કારણ કે ફિલ્મમાં પણ અમિતાભ-પ્રાણ મિત્રો હતાં.
હવે વાત કરીએ નવી ઝંજીર વિશે. તેમાં સાઉથના અભિનેતા રામચરણ તેજા મુખ્ય ભૂમિકામાં છે. તેમની એક્ટિંગમાં એ વાત નથી જણાતી કે જે અમિતાભમાં હતી. સાથે જ પ્રિયંકા ચોપરા કે જેઓ જયા બચ્ચનનો રોલ કરી રહ્યાં છે, તેઓ પણ કંઈ ખાસ અસર નથી છોડતાં. ફિલ્મમાં પ્રિયંકા-રામચરણના કેટલકાં ઇંટીમેટ સીન્સ પણ છે, જ્યારે ઝંજીરમાં એવી કોઈ વાત નહોતી.
ટ્રેલરમાં પ્રિયંકા ચોપરાએ આઈ લવ મુંબઈ પોલીસની પંચલાઇન ધરાવતી ટી-શર્ટ પણ પહેરી છે. ઉપરાંત રીમેકમાં સંજય દત્તે પ્રાણનો રોલ કર્યો છે, તો માહી ગિલ બિંદુના રોલમાં છે. ઝંજીરની રીમેક અંગે સૌને ખૂબ આશાઓ હતી, પરંતુ ટ્રેલર જાનદાર નથી લાગતું. પ્રકાશ રાજ રીમેકમાં વિલન છે કે જે અમિતાભની ઝંજીરમાં અજિત હતાં.
<center><iframe width="560" height="315" src="//www.youtube.com/embed/yfdGQ6nbIMU" frameborder="0" allowfullscreen></iframe></center>
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
