Pics : સારા રોલની રાહ જુએ છે બૉલીવુડની ડુપ્લિકેટ કૅટ
મુંબઈ, 29 મે : બૉલીવુડમાં ડુપ્લિકેટ કૅટ તરીકે જાણીતા અભિનેત્રી ઝરીન ખાન ઘણા દિવસથી રૂપેરી પડદાથી ગાયબ છે, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે ઝરીન ખાનને કોઈ સારો રોલ જ નથી મળી રહ્યો. ઝરીન સારા રોલની રાહ જોઈ રહ્યાં છે. એટલે જ પડદા ઉપરથી ગાયબ છે.
આવુ અમે નથી કહેતાં. ઝરીન પોતે કહે છે. ઝરીન ખાન કહે છે કે તેઓ ફિલ્મોની પસંદગી કરવામાં પુરતો સમય લઈ રહ્યાં છે, કારણ કે તેઓ કેટલીક સારી ભૂમિકાઓ કરવા માંગે છે. ઝરીન ખાને તાજેતરમાં જ ડિઝાઇનર ઍમી બિલીમોરિયાના ઇકો-ફ્રેન્ડ્લી કલેક્શનના લૉન્ચિંગ પ્રસંગે આ વાત કહી. ઝરીન ખાન છેલ્લે હાઉસફુલ 2 ફિલ્મમાં દેખાયા હતાં. વીર ફિલ્મ દ્વારા સલમાન ખાન સાથે તેમણે કામ કર્યુ હતું.
ચાલો જોઇએ ઇવેંટની તસવીરો અને જાણીએ ઝરીન ખાનના દિલની વાત :

ઇવેંટ્સમાં સક્રિય ઝરીન
રૂપેરી પડદાથી ગાયબ ઝરીન ખાન વિવિધ ઇવેંટ્સમાં દેખાઈ આવે છે. ઝરીન ખાન થોડાક દિવસ પહેલા માઇક્રોસ્પા લૉન્ચિંગ પ્રસંગે હાજર રહ્યા હતાં. આ ઇવેંટમાં ઝરીન ખાન ટ્રાંસપરંટ ટૉપ પહેરીને પહોંચ્યા હતાં.

વધુ એક ઇવેંટ
ઝરીન ખાન તાજેતરમાં જ પુનઃ એક ઇવેંટમાં નજરે પડ્યાં. આ વખતે તેઓ હૉટ એન ફૅટ લાગતા હતાં.

ઍમી સાથે ઝરીન
ઝરીન ખાન ડિઝાઇનર ઍમી બિલીમોરિયાના ઇકો-ફ્રેન્ડ્લી કલેક્શનના લૉન્ચિંગ પ્રસંગે હાજર રહ્યા હતાં.

સારી ભૂમિકાનો ઇંતેજાર
આ પ્રસંગે ઝરીને કહ્યું કે તેઓ રૂપેરી પડદાથી ગાયબ નથી. માત્ર સારી ભૂમિકાઓની રાહ જોઈ રહ્યાં છે.

પંજાબી ફિલ્મોમાં પણ સક્રિય
ઝરીન પંજાબી ફિલ્મોમાં પણ સક્રિય છે. ઉપરાંત તેઓ ધ લીજેન્ડ ઑફ માયકલ મિશ્રામાં પણ કામ કરી રહ્યાં છે.

અમર મસ્ટ ડાય
ઝરીન ખાન રસપ્રદ ફિલ્મ અમર મસ્ટ ડાય સાથે કમબૅક કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
