મુંબઈ, 29 નવેમ્બર : ગઈકાલે એક સાથે ત્રણ ફિલ્મો રિલીઝ થઈ. તેમાં ઝિદ, ઉંગલી અને ઝેડ પ્લસનો સમાવેશ થાય છે. ઝિદ અને ઉંગલી ફિલ્મો અંગે દર્શકોમાં થોડોક ઉત્સાહ દેખાયો.
ઉંગલીમાં બૉલીવુડના મોટા સ્ટાર્સ હોવાની સાથે ફિલ્મને બહેતર રિસ્પૉન્સ મળ્યું, પરંતુ ઝિદ અને ઝેડ પ્લસ તો પહેલા જ દિવસે ધરાશયી થઈ ગઈ.
ઝિદ ફિલ્મ પોતાના સેક્સ અને હૉટ સીન્સના પગલે લોકો વચ્ચે ચર્ચાનો વિષય રહી.
ફિલ્મે પહેલા જ દિવસે 2 કરોડ 82 લાખ રુપિયાની કમાણી કરી. કલેક્શનની બાબતમાં ઝિદ એવરેઝ રહી. ફિલ્મમાં બાર્બી હાંડા ઉર્ફે મન્નારા, કરણવીર શર્મા તથા શ્રદ્ધા દાસે મુખ્ય ભૂમિકા ભજવી છે.
કરણવીર તથા બાર્બી વચ્ચે ઇરોટિક અને સેક્સી સીન્સ શૂટ કરાયા છે કે જેના પગલે ઝિદ પ્રત્યે લોકોમાં ઉત્સાહ દેખાયો.
દરમિયાન ઇમરાન હાશમી અને કંગના રાણાવત અભિનીત ઉંગલીમાં રણદીપ હુડા બાજી મારી ગયા છે. ફિલ્મે 3.60 કરોડ રુપિયાની કમાણી કરી. ઇમરાન હાશમીની આ સતત બીજી ફ્લૉપ ફિલ્મ રહી.
ઝિદ અને ઉંગલી વચ્ચે ઝેડ પ્લસ ફિલ્મ સૂડી વચ્ચે સોપારી જેવી બની રહી. આ ફિલ્મમાં આદિલ હુસૈન તથા મોના સિંહ લીડ રોલમાં છે, પરંતુ આ ફિલ્મને પણ કોઈ ખાસ રિસ્પૉન્સ મળ્યુ નથી.