Pics : વાળ મજબૂત કરવા હોય તો માનો જૅકલીનની સલાહ!
મુંબઈ, 3 ફેબ્રુઆરી : પોતાની કંટીલી ત્વચા અને સુંદર લટો માટે જાણીતાં અભિનેત્રી જૅકલીના ફર્નાન્ડીઝ કહે છે કે ઝિંક એટલે કે જસત વાળોની મજબૂતીમાં મદદ કરે છે. તેઓ કહે છે કે ઝિંક ખૂબ જ જરૂરી છે.
બૉલીવુડમાં સિક્વલ ગર્લ તરીકે જાણીતા જૅકલીને ગઈકાલે ટ્વિટર પર લખ્યું - વાળોના સારા વિકાસ માટે ઝિંક ખૂબ જ મહત્વનું છે. હું તેને પૂરક આહાર સાથે લઈ રહી છું. રેસ 2 અને હાઉસફુલ 2 જેવી ફિલ્મોમાં અભિનય કરનાર જૅકલીન ફર્નાન્ડીઝ મૂળત્વે શ્રીલંકાના છે અને હાલ બૉલીવુમાં સક્રિય છે. તેઓ આગામી સમયમાં કિક ફિલ્મમાં નજરે પડનાર છે કે જેમાં તેમના હીરો સલમાન ખાન અને રણદીપ હુડા હશે. સલમાન સાથે તેમની આ પહેલી ફિલ્મ હશે.
ચાલો તસવીરો સાથે જાણીએ જૅકલીન ફર્નાન્ડીઝ વિશે કેટલીક રસપ્રદ માહિતી :

પહેલી ફિલ્મ અલાદીન
શ્રીલંકન બ્યૂટી જૅકલીન ફર્નાન્ડીઝે પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત અલાદીન ફિલ્મ સાથે કરી હતી.

સફળતા નહીં
જૅકલીનની બીજી ફિલ્મ જાને કહાં સે આયી હો હતી. જૅકલીનને બીજી ફિલ્મ સુધી પણ બૉલીવુડમાં સફળતા મળી નહોતી.

હાઉસફુલથી ઓળખ
હાઉસફુલ જૅકલીનના કૅરિયરની ત્રીજી ફિલ્મ હતી. આ ફિલ્મ સાથે જ તેમને બૉલીવુડમાં ઓળખ મળી.

મર્ડર 2 દ્વારા સ્થાપિત
ભટ્ટ કૅમ્પની મર્ડર 2માં જૅકલીન પોતાની હૉટનેસ સાથે બૉલીવુડમાં સ્થાપિત થઈ ગયાં.

હાઉસફુલ 2માં પણ ચાંસ
મર્ડર 2 બાદ જૅકલીન ફર્નાન્ડીઝ હાઉસફુલની સિક્વલ હાઉસફુલ 2માં દેખાયાં.

અને બન્યાં સિક્વલ ગર્લ
જૅકલીનની છઠી ફિલ્મ હતી રેસ 2. આ સાથે જ તેઓ સિક્વલ ગર્લ તરીકે ઓળખાવા લાગ્યાં, કારણ કે છમાંથી 3 ફિલ્મો સિક્વલ હતી કે જેમાં તેઓએ કામ કર્યુ હતું.

રમૈયા વસ્તાવૈયા
જૅકલીન ફર્નાન્ડીઝ તાજેતરમાં જ રમૈયા વસ્તાવૈયા ફિલ્મમાં દેખાયા હતાં કે જેમાં શ્રુતિ હસન અને ગિરીશ કુમાર લીડ રોલમાં હતાં.

હમશકલ-રૉય
જૅકલીનની આગામી ફિલ્મોમાં હમશકલ અને રૉયનો સમાવેશ થાય છે.

સૌથી મહત્વની કિક
જોકે જૅકલીન માટે સૌથી મહત્વની ફિલ્મ હશે કિક કે જેમાં તેઓ પહેલી વાર સલમાન ખાનના હીરોઇન બન્યાં છે. આજકાલ જૅકલીન અને સલમાન બહુ નજીક પણ દેખાય છે.












Click it and Unblock the Notifications
