બૉમ્બે ટૉકીઝને લઈને નર્વસ છે ઝોયા અખ્તર

મુંબઈ, 30 એપ્રિલ : આ શુક્રવારે રિલીઝ થતી બૉમ્બે ટૉકીઝ ફિલ્મ અંગે દિગ્દર્શક ઝોયા અખ્તબર નર્વસ થઈ ગયાં છે. બૉમ્બે ટૉકીઝ ચાર લઘુકથાઓનો સંગ્રહ છે કે ચાર જુદા-જુદા દિગ્દર્શકોએ બનાવી છે. ફિલ્મની એક વાર્તાનું દિગ્દર્શન ઝોયાએ કર્યું છે.

zoyaakhtar

સોમવારે ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન 39 વર્ષીય ઝોયાએ જણાવ્યું - હું ખૂબ રોમાંચિત છું. ફિલ્મ શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થવાની છે. એક જ ફિલ્મમાં ચાર જુદા-જુદા દિગ્દર્શકોનું કામ કરવું સાચે જ મજાનું રહ્યું. આ ફિલ્મ તેથી પણ ખાસ છે કે બાકી ત્રણે દિગ્દર્શકો કમાલના છે. હું થોડીક ગભરાયેલી છું અને ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઉ છું.

ઝોયા અખ્તરને આ વાતની ખુશી છે કે લોકો આ ફિલ્મને એક પ્રોજેક્ટ તરીકે જોઈ રહ્યાં છે અને વખાણ કરે છે. બહુચર્ચિત બૉમ્બે ટૉકીઝ ફિલ્મનું નિર્માણ ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં કરાયું છે. ઝોયા અખ્તર ઉપરાંત કરણ જૌહર, દિબાકર બૅનર્જી તથા અનુરાગ કશ્યપે પોત-પોતાની વાર્તાઓનું દિગ્દર્શન કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X