ક્રેઝી, ફની સેલિબ્રિટી સેલ્ફી
તમને શું લાગે છે કે ખાલી તમને જ ફની અને અજીબો ગરીબ મોઢા બનાવતા આવડે છે. આ સેલિબ્રિટીના સીલી, ફની અને ક્રેઝી સેલ્ફીને જોઇને તમને પણ થશે કે હજી તો તમારે ધણું શીખવાનું છે.
આજ કાલ સેલ્ફીનો જમાનો છે. અને સેલિબ્રિટીને તો નખરા કરવામાં કંઇ શીખવાડા જવું પડતું નથી.
તો પછી તમે પણ જુઓ શ્રૃતિ હસન, સોનાક્ષી સિન્હા, વાણી કપૂર, ધનૂષની આ મસ્ત મજાની સેલ્ફીઓ. જુઓ કેવા કેવા નખરા કરે છે આ નખરાબાજ સ્ટાર્સ...

સમન્થા
તેલુગુ સ્ટાર સમન્થાનું આ છે સેડું સેડું સેલ્ફી.

શ્રુતિ હસન
બાડી શ્રુતિને કદી જોઇ છે નથી જોઇ તો અહીં જોઇ લો

નજરિયા
મલયાલમ એક્ટ્રેસ નજરિયાએ એવું તો શું જોઇ લીધુ સેલ્ફીમાં કે તેની આંખોને મોઢું બન્ને ખુલ્લુ નું ખુલ્લુ રહી ગયું.

રાઇ લક્ષ્મી
આંખ મારે યે લડકી આંખ મારે. લાગે છે કે રાઇ લક્ષ્મીને આ ગીત યાદ આવી ગયું છે માટે જ તો તે મસ્ત મસ્ત આંખો મારી રહી છે.

વાણી કપૂર
શુદ્ઘ દેશી રોમાન્સ સ્ટાર વાણી કપૂરના આંટા આવી ગયા છે. ખરેખર વાણીનો આ ફોટો જોઇને તો તેની ઓળખવી મુશ્કેલ થઇ જાય છે.

સોનાક્ષીએ જીભ કાઢી
નાના હતા ત્યારે કેવી આપણે જીભ કાઢતા. લાગે છે સોનાક્ષીને પણ નાનપણ યાદ આવી ગયું છે માટે તે આવા ક્યૂટ ચેનચાળા કરી રહી છે.

શ્રૃતિ હસન અને અનિરુદ્ઘ
વાય ધીઝ કોલાવેરી સોંગ યાદ છે ને તો પછી તમને અનિરુધ્ધ પણ યાદ હશે. પણ આટલી સુંદર શ્રૃતિ હસનની જોડે સેલ્ફી પડવતી વખતે જુઓ તો તેને કેવું મોઢું કર્યું છે.

ધનૂષ
આ છે ધનૂષનો સ્પ્રાઇઝ લૂક. જુવો તો તેની આંખો કેવી બહાર આવી ગઇ છે.

શ્રુતિ હસન
ભાઇ શ્રુતિ હસન છે ભારે નખરાળી હો. જુઓ તો કેવું મોઢું બનાવ્યું છે જોઇને જ લોટપોટ થઇ જવાય.

હમમમ ધનૂષ
કાજલ અગ્રવાલ અને ધનૂષ. ધનૂષ કંઇક ગહન ચિંતનમાં છે.












Click it and Unblock the Notifications
