Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

200 કરોડના છેતરપિંડી કેસમાં જેક્લીનની ધરપકડ બોલિવૂડને મોટુ નુકસાન કરશે!

રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને હાલ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે હવે રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે જણાવ્યું છે કે, 19 ડિસેમ્બરે યોજાનારા મતદાન પહેલાં કુલ 1,267 ગ્રામ પંચાયતોને સંપૂર્ણપણે બિનહરીફ જાહેર કરવામાં આવી છે.

મુંંબઈ : 200 કરોડના છેતરપિંડી કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝનું નામ સતત સામે આવી રહ્યું છે. ચર્ચા છે કે જો જેક્લીન ફર્નાન્ડિસની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ થાય છે તો આવનારા સમયમાં તેની ઘણી ફિલ્મો અટકી શકે છે. સુકેશ ચંદ્રશેખર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જેક્લીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરવામાં આવનાર છે.

જેક્લીન ફર્નાન્ડીઝને EDએ દિલ્હીમાં સવાલ-જવાબ માટે બોલાવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે જેક્લીનને ED દ્વારા તપાસ માટે બોલાવવામાં આવી હોય. પરંતુ ત્રીજી વખત જેક્લીન ફર્નાન્ડીઝનું નામ મહાઠગ સુકેશ સાથે જોડાવાને કારણે બોલાવવામાં આવી રહી છે. દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે સુકેશ ચંદ્રશેખર અને બાકીના લોકો સામે ગુનાહિત કાવતરું રચીને 200 કરોડની ખંડણીનો આરોપ લગાવ્યો છે. જેક્લીન માટે આ મામલો મુશ્કેલી બની શકે છે, કારણ કે તાજેતરમાં જ તેને એરપોર્ટ પર દુબઈ જતી અટકાવવામાં આવી હતી.

ED દ્વારા જેક્લીનની પૂછપરછ

ED દ્વારા જેક્લીનની પૂછપરછ

લૂક આઉટ સર્ક્યુલરના કારણે ED દ્વારા જેક્લીનને એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી. તપાસ એજન્સીને એવું લાગી રહ્યું હતું કે જેક્લીન કામના બહાને વિદેશ જતી રહે તો તપાસમાં અવરોધ ઉભો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે જો આ સમગ્ર મામલામાં જેક્લીનનું નામ આવશે તો તેની આગામી ફિલ્મો પર તેની અસર સ્પષ્ટપણે જોવા મળશે.

જેક્લીનની આવનારી ફિલ્મો પર કરોડો લાગ્યા છે

જેક્લીનની આવનારી ફિલ્મો પર કરોડો લાગ્યા છે

આ કેસની અસર જેક્લીનની આગામી ફિલ્મો પર જોવા મળશે. જ્હોન અબ્રાહમની એટેક ફિલ્મ રિપબ્લિક ડે પર રિલીઝ થઈ રહી છે. દેશભક્તિના રંગોમાં રંગાયેલી આ ફિલ્મમાં જેક્લીનની હાજરીને કારણે ફિલ્મની કમાણી પર તેની અસર જોવા મળશે. જેક્લીનની નેગેટિવ ઈમેજની સીધી અસર એટેકની કમાણી પર પડશે. આ સ્થિતિમાં જેક્લીન ફર્નાન્ડીઝ પાસે રામ સેતુ, રણવીર સિંહની સર્કસ સિવાય પણ કરોડોની કમાણી કરતી ફિલ્મો છે. જેની કમાણી જેક્લીનને કારણે ઘટી શકે છે.

શું છે મામલો?

શું છે મામલો?

જેક્લીન ફર્નાન્ડીઝ અને સુકેશ ચંદ્રશેખર વચ્ચેના સંબંધોના સમાચાર પણ સામે આવ્યા હતા. સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડની વસૂલાતનો કેસ પણ છે. આ કેસમાં જેક્લીનને મુખ્ય સાક્ષી માનવામાં આવે છે. એજન્સીને શંકા છે કે સુકેશ ચંદ્રશેખર અને જેક્લીન ફર્નાન્ડીઝ વચ્ચે આ છેતરપિંડીના પૈસાને લઈને કોઈ વ્યવહાર થયો છે કે કેમ.

સુકેશે જેક્લીનને 10 કરોડની ગિફ્ટ આપી

સુકેશે જેક્લીનને 10 કરોડની ગિફ્ટ આપી

સુકેશ પરના આ મોટા ફ્રોડ કેસની આગામી સુનાવણી 13 ડિસેમ્બરે કોર્ટમાં થશે. EDના અધિકારીઓએ અત્યાર સુધી આ સમગ્ર મામલામાં જેક્લીનની ભૂમિકા અંગે મૌન સેવ્યું છે. જો કે, મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે સુકેશે જેક્લીનને લગભગ 10 કરોડ રૂપિયાની ગિફ્ટ આપી છે. તેમાં હીરાનો સેટ, ચાર પર્શિયન બિલાડી અને લાખો રૂપિયાની રોકડ પણ સામેલ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X