આ કારણથી રીહાન ચૌધરીએ રાજેશ ઠક્કર સાથે કરી સતત બીજી ફિલ્મ
આ કારણથી રીહાન ચૌધરીએ રાજેશ ઠક્કર સાથે કરી સતત બીજી ફિલ્મ
મલ્હાર ઠક્કરના ફેન્સ માટે આ વર્ષ શાનદાર રહેવાનું છે. કારણ કે મલ્હારની એક બાદ એક નવી ફિલ્મોની જાહેરાત થઈ રહી છે. મલ્હારની અપકમિંગ ફિલ્મ 'ધૂઆંધાર’માં તે સાવ જુદા જ પાત્રમાં જોવા મળવાના છે. આ ફિલ્મને રેહાન ચૌધરી ડિરેક્ટ કરી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે. રેહાન આ પહેલા 'તું છે ને’ અને 'અરમાન’ પણ ડિરેક્ટ કરી ચૂક્યા છે.

રેહાન ચૌધરીની ડિરેક્ટર તરીકે આ ત્રીજી ફિલ્મ
રસપ્રદ વાત એ છે કે રેહાન ચૌધરીની ડિરેક્ટર તરીકે આ ત્રીજી ફિલ્મ છે. અને બીજી ફિલ્મ પણ તેઓ એક્ટર પ્રોડ્યુસર રાજેશ ઠક્કર સાથે જ કરી રહ્યા છે. રેહાન ચૌધરીનું કહેવું છે કે,'તું છે ને પણ તેમણે જ પ્રોડ્યુસ કરી હતી. અને આ ફિલ્મ તો મેં એમની સાથે જ પ્લાન કરી હતી.' આ ઉપરાંત રેહાન ચૌધરીનું કહેવું છે કે અમારા બંને વચ્ચેનું અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ સરસ છે. એકબીજાને રિસ્પેક્ટ કરીએ છીએ એટલે સાથે કામ કરવાની મજા આવે છે.

રાજેશ ઠક્કર અન્ય પ્રોડ્યૂસરથી એકદમ અલગ છે
રાજેશ ઠક્કર ધૂઆંધાર પ્રોડ્યુસ તો કરી જ રહ્યા છે, સાથે જ તેઓ ફિલ્મનો એક્ટર તરીકે પણ ભાગ છે. ત્યારે તેઓ સેટ પર પણ લગભગ સતત હાજર જ રહેતા હતા. આ મામલે ડિરેક્ટર રેહાન કહે છે, એ માત્ર પ્રોડ્યુસર નથી એક્ટર પણ છે. એટલે સેટ પર આવતા પણ મારા કામમાં ક્યારેય દખલ નથી કરી. સામાન્ય રીતે બોલીવુડમાં આપણને પ્રોડ્યુસર્સની સેટ પરની દખલગીરી વિશેના અહેવાલો વાંચવા મળતા હોય છે, પરંતુ રાજેશ ઠક્કર સાવ જુદા જ છે.

આવતા વર્ષે રિલીઝ થશે ફિલ્મ
ઉલ્લેખનીય છે કે મલ્હાર ઠાકર સ્ટારર ફિલ્મ ‘ધૂઆંધાર' આવતા વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં મલ્હારની સાથે ત્રણ હિરોઈન્સ નેત્રી ત્રિવેદી, આલીષા પ્રજાપતિ અને બીજલ જોશી જોવા મળશે. તો ફિલ્મમાં હિતેન કુમાર પણ ખાસ રોલમાં દેખાવાના છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ, સાણંદ, ગાંધીનગર અને રાજકોટમાં થયું છે.












Click it and Unblock the Notifications
