મોદીના પ્રવાસ ખર્ચની માહિતી નથી આપતી ગુજરાત સરકારઃ આરટીઆઇ કાર્યકર્તા

તૃપ્તિ શાહે કહ્યું છે કે, 18 જુલાઇ, 2007માં આરટીઆઇ દાખલ કરી હતી. જેમાં તેમણે 2007માં રાજ્યમાં 27 સ્થળો પર યોજાયેલા સંમેલનો માટે સરકાર દ્વારા કરવામાં આવેલા ખર્ચનો અહેવાલ આપવામાં આવે તેવી માગ કરી હતી.
શાહે આરોપ લગાવ્યો છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા કોઇ જવાબ આપવામાં આવ્યો નથી. તેમણે કહ્યું છે કે, રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ(GAD)એ 1 નવેમ્બર 2007ના રોજ મોદી દ્વારા 10 માર્ચથી 20 સપ્ટેમ્બર 2007 દરમિયાન જે 27 સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી તેની માહિતી આપવામાં આવી હતી, પરંતુ મુખ્યમંત્રી દ્વારા જે પ્રવાસ ખર્ચ કરવામાં આવ્યો તે અંગે માહિતી આપવામાં આવી નથી. રાજ્ય દ્વારા એ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો છે કે, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ પ્રકારના પ્રવાસ ખર્ચની માહિતી રાખવામાં આવતી નથી તેથી મુખ્યમંત્રીનો પ્રવાસ ખર્ચ શૂન્ય હોય શકે.
શાહે આ પ્રકારના જવાબને ગેરવ્યાજબી ઠેરવતા કહ્યું છે કે, મોદી આ તમામ 27 સ્થળો પર હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા હતા. ત્યાર બાદ શાહે 20 નવેમ્બર, 2007ના રોજ એક એવો પત્ર પાઠવ્યો હતો કે, જે એજન્સીઓ દ્વારા આ ખર્ચનો હિસાબ રાખે છે તેના નામ અંગે માહિતી આપો. પરંતુ જીએડી દ્વારા તેમના આ પત્રનો કોઇ જવાબ આપવામાં નહીં આવતા તેમણે 18 જાન્યુઆરી અને 17 એપ્રિલ 2008ના રોજ ફરી પત્ર પાઠવ્યો હતો.
આ પત્રનો પણ તેમને કોઇ જવાબ મળ્યો નહોતો. ત્યાર બાદ તેમણે આરટીઆઇ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જેની સુનાવણી ગત 26 સ્પેટમ્બરના રોજ થઇ હતી. જેમાં ગુજરાતના ચીફ ઇન્ફોરમેશન કમિશનર(સીઆઇસી) દ્વારા જીએડીને નિર્દેશ કરવામાં આવ્યો હતો કે, ઓક્ટોબરમાં જે સુનાવણી થશે તે પહેલા શાહને આ અંગે માહિતી પૂરી પાડવામાં આવે. જોકે અધિકારીએ જણાવ્યું છે કે તેમની પાસે માહિતી નથી તેઓ સીએમઓ અને અન્ય મંત્રીઓને રજૂઆત કરશે કે તેઓ આ માહિતી પુરી પાડે.












Click it and Unblock the Notifications
