રાજ્યમાં તમાકુ અને ગુટકા પરનો પ્રતિબંધ એક વર્ષ માટે લંબાવાયો
ગુજરાત સરકારે જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં તમાકુ, ગુટકા, અને નિકોટીનયુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.
આ નિર્ણય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ લેવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગર કમિશનર દ્વારા જારી કરાયેલી એક યાદી અનુસાર, કોઈપણ ખાદ્ય પદાર્થમાં તમાકુ કે નિકોટીનનો ઉમેરો કરવો કાયદાકીય રીતે પ્રતિબંધિત છે.
ગુટકામાં તમાકુ અને નિકોટીનની હાજરીને કારણે માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થાય છે. આ પદાર્થો ખાસ કરીને યુવા પેઢીના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેના કારણે સરકારે આ પ્રતિબંધ લંબાવવાનો નિર્ણય લીધો છે.
સરકારના આ જાહેરનામા બાદ જો કોઈ વેપારી ગુટકા, પાન-મસાલા કે અન્ય નિકોટીનયુક્ત ઉત્પાદનોનું વેચાણ, સંગ્રહ કે વિતરણ કરતો જોવા મળશે, તો તેમની સામે કાયદા હેઠળ કડક પગલાં લેવામાં આવશે.
આ પગલું રાજ્યના નાગરિકો, ખાસ કરીને યુવાનોને તમાકુના વ્યસનથી બચાવવા અને તેમને સ્વસ્થ જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
