For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજા જનકની ભૂમિકા ભજવનારા મૂળરાજ રાજડાનું અવસાન

|
Google Oneindia Gujarati News

Mulraj Rajda
અમદાવાદ, 23 સપ્ટેમ્બર : અનેક ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં કાર્ય કરનારા અભિનેતા અને રામાનંદ સાગરની ટીવી સીરિયલ રામાયણમાં રાજા જનકનું પાત્ર ભજવનારા અભિનેતા મૂળરાજ રાજડાનું 23 સપ્ટેમ્બર, 2012 રવિવારે સવારે 6.30 વાગે મુંબઇ ખાતે અવસાન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બિમાર હતા. 22 દિવસ પહેલા તેમને મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મુંબઇના કલાબામાં રહેતા ગુજરાતી કુટુંબમાં 13 નવેમ્બર, 1931ના રોજ મૂળરાજ રાજડાનો જન્મ થયો હતો. સ્નાતક સુધીનો અભ્યાસ કર્યા બાદ તેઓએ કેબલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને દેના બેંકમાં કામ કર્યું હતું. તેમણે વર્ષ 1959થી મનોરંજન ક્ષેત્રે કારકિર્દી શરૂ કરી હતી. શરૂઆતમાં તેમણે લેખક તરીકે કામ શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેમણે અભિનય ક્ષેત્રે ઝંપલાવ્યું હતું.

તેઓ 15 વર્ષ સુધી નાટક ક્ષેત્રે સક્રિય રહ્યા અને વર્ષ 1976માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા હતા. તેમણે 80ના દાયકામાં અનેક ટીવી સીરિયલમાં કામ કર્યું. જેમાં વિક્રમ ઐર વેતાલ (1985), રજની (1985), દાદા દાદી કી કહાનિયાં (1986), રામાનંદ સાગરની રામાયણ (1987) વગેરેમાં કામ કર્યું હતું. તેમણે નારી તુ ના હારી, ચાલ મ્હારે સાથ, ઓ ઝિંદગી, સૂરજમુખી જેવી ગુજરાતી સીરિયલમાં કામ કર્યું હતું.

English summary
Well known Gujarati actor and writer, and famous for his role as a Raja Janak in tv serial Ramayan has passed away today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X