Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ હિરોઈન્સ પાસેથી લો ટ્રેડિશનલ લૂકની ટિપ્સ, અને લાગો સૌથી ગોર્જિયસ!

આ હિરોઈન્સ પાસેથી લો ટ્રેડિશનલ લૂકની ટિપ્સ, અને લાગો સૌથી ગોર્જિયસ!

લગ્નસરા ફરી શરૂ થઈ ચૂક્યા છે. તમારે પણ કોઈને કોઈના લગ્નમાં જવા આવવાનું થતું જ હશે. અને લગ્નમાં મોટા ભાગે છોકરીઓને શું પહેરવું એ સવાલ સતાવે છે. ત્યારે આપણી ગુજરાતી હિરોઈન્સના ટ્રેડિશનલ લૂક પરથી તમે ટિપ્સ લઈ શકો છો. અને લાગશો એકદમ સુંદર. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

આરોહી પટેલ

આરોહી પટેલ

લવની ભવાઈ, ચાલ જીવી લઈએ, મોન્ટુની બિટ્ટુ બાદ આરોહી દરેક દિલની ધડકન બની ચૂકી છે. ખાસ તો આરોહીનો સિમ્પલ લૂક ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. ત્યારે આરોહીનો ટ્રેડિશનલ લૂક તમે પણ કૉપી કરી શકો છો. સુંદર લાઈટ વ્હાઈટ અનારકલી ડ્રેસ પર બાંધણી પેટર્નની ઓઢણી સિમ્પલની સાથે સુંદર લાગી રહી છે. હાથમાં મહેંદી, ખુલ્લા વાળ અને બિંદી સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

ભક્તિ કુબાવત

ભક્તિ કુબાવત

ઓહોહોહો... કેટલો સુંદર ફોટો છે.. જાણે દુલ્હન જ જોઈ લો. ભક્તિ કુબાવતનો આ લૂક તો કોઈ દુલ્હન પણ અપનાવી શકે છે. પણ તો એકદમ અંગત ફેમિલીમાં કોઈના લગ્ન હોય, તો તમે પણ આ પ્રકારનો લૂક અપનાવી શકો છો. હાથમાં કડા, ગળાનો હાર અને માથાનો ટીકો સહિતની એસેસરીઝ તમારા રૂપને વધુ નિખારશે. અને ગ્લેર્સ વગર તો હવે ટ્રેડિશનલ લૂક પણ અધૂરો છે. ત્યારે ગ્લેર્સની તમારો એટિટ્યુડ પણ ઉડીને આંખે વળગશે.

દીક્ષા જોશી

દીક્ષા જોશી

ટ્રેડિશનલ વેરમાં તમે દીક્ષા જોશીના આ લૂક પરથી પણ પ્રેરણા લઈ શકો છો. પોણી બાયનો બ્લાઉઝ, એના પર આ પ્રકારની પ્લેઈન સારી પણ તમે કૅરી કરી શકો છો. દીક્ષા જોશીએ આ લૂકને ઓક્સોડાઈઝ્ડ જેવેલરી સાથે પૂરો કર્યો છે. તમે પણ મેચિંગ કપડા સાથે ઓક્સોડાઈઝ્ડ જ્વેલરી અપનાવી શકો છો.

એશા કંસારા

એશા કંસારા

જો તમારે કોઈ પણ લગ્ન પ્રસંગમાં હવી અટાયર પહેરવા હોય, તો એશા કંસારાના આ લૂકથી વધુ બેટર કંઈ હોઈ જ ન શકે. ઝરીથી ભરેલી, એમ્બ્રોઈડરી સાથેની ચણિયાચોળી સિમ્પલ, સોબર અને ગોર્જિયસ લૂક આપી રહી છે. એમાંય મિનિમલ મેકઅપ એશાના રૂપને વધુ નિખારી રહ્યો છે.

જાનકી બોડીવાલા

જાનકી બોડીવાલા

જાનકી બોડીવાલાના ફેસનો ગ્લો જ કહી આપે છે, કે તેઓ આ લૂકમાં કેટલા ખુશ છે. આ ગ્રીન ગ્રીન અનારકલીનો ડ્રેસ ભારે પણ લાગે છે, અને સોબર લૂક પણ આપે છે. જાનકીના કાનના ઝુમખા પણ કેટલા સુંદર છે!

કિંજલ રાજપ્રિયા

કિંજલ રાજપ્રિયા

આ છે લાખો ફેન્સના ચહિતા કિંજલ રાજપ્રિયા. આસમાની, ગુલાબી શેડના ચણિયાચોળી હાથના પાટલા, વીંટી, નેકલેસ અને કાનના ઝુમખાથી કિંજલનો આ લૂક પરફેક્ટ પૂર્ણ લાગે છે. આ ફોટો જોઈને જ યુવાનો તો એક ધડકન ચૂકી જાય. અને ગ્લેર્સનો શેડ પણ ધ્યાનથી જો જો. બિલકુલ મેચિંગ છે.

મહેક ભટ્ટ

મહેક ભટ્ટ

નાના પડદાની હિરોઈન્સ પણ ફિલ્મી હિરોઈન્સ કરતા સ્ટાઈલમાં ક્યાંય પાછળ પડે તેમ નથી. આપણા તોરલ એટલે કે મહેક ભટ્ટને જ જોઈ લો. એમની ક્યુટનેસના દિવાના મોટી સંખ્યામાં છે. એમાંય ટ્રેડિશનલ લૂકમાં, અનારકલી ડ્રેસમાં તો મહેક ભટ્ટ એટલા સુંદર લાગે છે કે શબ્દોમાં વર્ણવી જ ન શકાય. લાઈટ પિંક કલરના અનારકલી પર ગળામાં સુંદર નેકલેસ, માથામાં ટીકા સાથેનો મહેક ભટ્ટનો લૂક તમે પણ અપનાવી શકો છો.

માનસી પારેખ

માનસી પારેખ

માનસી પારેખે ફિલ્મ ‘ગોળકેરી'થી તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો છે. અને પહેલી ફિલ્મ હિટ પણ રહી છે. જો કે માનસીના સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે. અને તેમના લૂકને પણ ફેન્સ ધ્યાનથી જોતા રહે છે. ત્યારે ટ્રેડિશનલ લૂકમાં તમે માનસીનો આ ફ્યુઝન લૂક પણ અપનાવી શકો છો. ટ્રેડિશનલનું ટ્રેડિશનલ અને વેસ્ટર્ન જેકેટ. લાગશો એકદમ હોટ!

મોનલ ગજ્જર

મોનલ ગજ્જર

મોનલ ગજ્જર!!! બસ ચા સુધી બાદ તો મોનલ ગજ્જરના ફેન્સ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. મોનલની સ્માઈલના ફેન્સ હંમેશા વખાણ કરતા રહે છે. ત્યારે ટ્રેડિશનલ લૂકમાં પણ મોનલ જુઓ કેટલા ખીલી ઉઠ્યા છે. આ ચમકદાર ઈન્ડો વેસ્ટર્નની પેટર્ન પણ શાનદાર છે. જો તમારે ટ્રેડિશનલ ચણિયાચોળી ન પહેરવી હોય, તો તમે આ લૂક ટ્રાય કરી શકો છો.

સઈ બર્વે

સઈ બર્વે

‘લક્ષ્મી સદૈવ મંગલમ્'માં તો લક્ષ્મી એટલે કે સઈ હંમેશા સાડીમાં જ દેખાય છે. પરંતુ જો તમે તેમનું સોશિયલ મીડિયા ફોલો કરશો, તો તમને સઈના જુદા જુદા લૂક જોવા મળશે. એમાંય આ ટ્રેડિશનલ લૂક તો મારો સૌથી ફેવરિટ છે. ન ઝરી, ન એમ્બ્રોઈડરી તેમ છતાંય ઉડીને આંખે વળગે એવો લૂક છે. કાનન ઝૂમખા અને ખુલ્લા વાળ તમને બધાની વચ્ચે અલગ દેખાડશે. કરો ફટાફટ ટ્રાય!

શ્રદ્ધા ડાંગર

શ્રદ્ધા ડાંગર

આ હા હા હા..! નેશનલ એવોર્ડ વિનર બન્યા બાદ શ્રદ્ધા ડાંગરના ફેન ફોલોઇંગમાં પણ જબરજસ્ત વધારો થયો છે. જો કે વાત શ્રદ્ધાના ફેશન સ્ટેટમેન્ટની છે, ત્યારે આ ફોટો જ કાફી છે. જો તમને લાઈટ કલરના કપડા પહેરવાની ખૂબ જ ઈચ્છા હોય તો શ્રદ્ધાનો આ લૂક એકદમ બેસ્ટ છે.

વિશા વીરા

વિશા વીરા

‘મહેક - મોટા ઘરની વહુ'થી ફેમસ થનાર વિશા વીરા પણ ઈન્સ્ટાગ્રામ પર સખત એક્ટિવ છે. તેઓ પોતાના જુદા જુદા ફોટોશૂટના ફોટોઝ શૅર કરતા રહે છે. આવા જ એક ટ્રેડિશનલ વૅરના શૂટનો આ ફોટો છે. જુઓ કેટલા હોટ લાગી રહ્યા છે, વિશા. ગ્લેર્સ સાથેનો આ ટ્રેડિશનલ લૂક પણ બેસ્ટ ઓપ્શન બની શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X