Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ક્રિટિક્સ ચોઈસ ફિલ્મ એવોર્ડ માટે નોમિનેટ થઈ આ ગુજરાતી ફિલ્મો અને સ્ટાર્સ, વાંચો લિસ્ટ

ક્રિટિક્સ ચોઈસ ફિલ્મ એવોર્ડ માટે નોમિનેટ થઈ આ ગુજરાતી ફિલ્મો અને સ્ટાર્સ, વાંચો લિસ્ટ

ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ દ્વારા યોજાયા ક્રિટિક્સ ચોઈસ ફિલ્મ એવોર્ડની તારીખ જાહેર થઈ ચૂકી છે. 14 માર્ચે એટલે કે શનિવારે મુંબઈમાં આ એવોર્ડઝનું બીજું સંસ્કરણ યોજાશે. 2019માં પહેલીવાર ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ દ્વારા ક્રિટિક્સ ચોઈસ ફિલ્મ એવોર્ડ યોજવામાં આવ્યા હતા. આ એવોર્ડની રસપ્રદ વાત એ છે કે મનોરંજન ક્ષેત્રે કામ કરતા વરિષ્ઠ પત્રકારો અને ફિલ્મ સમીક્ષકો દ્વારા આ એવોર્ડ યોજવામાં આવે છે.

ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ દ્વારા ગત વર્ષે ક્રિટિક્સ ચોઈસ શોર્ટ ફિલ્મ એવોર્ડ્ઝ, ક્રિટિક્સ ચોઈસ શોર્ટ્સ એન્ડ સિરીઝ એવોર્ડઝ અને ક્રિટિક્સ ચોઈસ ફિલ્મ એવોર્ડ યોજાયા હતા. વિસ્ટા મીડિયા કેપિટલના સહયોગથી ફિલ્મ ક્રિટિક્સ ગિલ્ડ અને મોશન કન્ટેન્ટ ગ્રુપ બીજા તબક્કા માટે તૈયાર છે. આ એવોર્ડઝમાં ફક્ત બોલીવુડ જ નહીં પરંતુ દેશની અન્ય 8 ભાષાઓની ફિલ્મોને પણ એવોર્ડ અપાશે, જે માટે કુલ 5 કેટેગરી રખાઈ છે.

best film

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ક્રિટિક્સ ચોઈસ ફિલ્મ એવોર્ડ્ઝ માટે 3 ફિલ્મો, 4 ડિરેક્ટર, 3 રાઈટર્સ, 5 એક્ટર્સ, અને 3 એક્ટ્રેસિસ નોમિનેટ થયા છે.

આ રહ્યા ગુજરાતી ફિલ્મોના નોમિનેશન્સ

  • બેસ્ટ ફિલ્મઃ ચાસણી, ચાલ જીવી લઈએ, હેલ્લારો
  • બેસ્ટ ડિરેક્ટરઃ અભિન્ન-મંથન (ચાસણી), અભિષેક શાહ (હેલ્લારો), વિજયગિરી બાવા (મોન્ટુની બિટ્ટુ), વિપુલ મહેતા (ચાલ જીવી લઈએ)
  • બેસ્ટ રાઈટિંગઃ વિપુલ મહેતા-જૈનીષ ઈજારદાર (ચાલ જીવી લઈએ), વીર વશિષ્ઠ-અભિન્ન-મંથન (ચાસણી), અભિષેક શાહ-પ્રતીક ગુપ્તા-સૌમ્ય જોશી (હેલ્લારો)
  • બેસ્ટ એક્ટરઃ જીમિત ત્રિવેદી (ચીલઝડપ), મૌલિક નાયક (મોન્ટુની બિટ્ટુ), મલ્હાર ઠાકર (સાહેબ), સિદ્ધાર્થ રાંદેરિયા (ચાલ જીવી લઈએ), જયેશ મોરે (હેલ્લારો),
  • બેસ્ટ એક્ટ્રેસિસઃ આરોહી (ચાલ જીવી લઈએ), દીક્ષા જોશી (ધુનકી), શ્રદ્ધા ડાંગર (હેલ્લારો)
  • ગુજરાતી ઉપરાંત ક્રિટિક્સ ચોઈસ ફિલ્મ એવોર્ડઝમાં મરાઠી, બંગાળી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ જેવી ભાષાઓની સર્વશ્રેષ્ઠ ફિલ્મોને પણ સન્માનિત કરાશે. સારી બાબત એ છે કે નેશનલ એવોર્ડ બાદ આ માત્ર બીજા એવા એવોર્ડઝ છે, જેમાં રીજનલ ફિલ્મોને બોલીવુડ સાથે જ સન્માનિત કરાશે.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X