આ છે મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મ, જાણો કોણ છે હિરોઈન?

મલ્હાર ઠાકરના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. મલ્હાર ઠાકરની વધુ એક ફિલ્મ આજે અનાઉન્સ થઈ છે.

મલ્હાર ઠાકરની ફિલ્મ ગોળકેરી શુક્રવારે રિલીઝ થઈ રહી છે. ફેન્સ આ ફિલ્મને જોવા માટે ઉત્સાહિત છે. ત્યારે મલ્હાર ઠાકરના ફેન્સ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. મલ્હાર ઠાકરની વધુ એક ફિલ્મ આજે અનાઉન્સ થઈ છે. મલ્હાર ઠાકરે પોતાની ફેસબુક વોલ પર આ નવી ફિલ્મની માહિતી આપી છે.

આ છે ફિલ્મનું નામ

આ છે ફિલ્મનું નામ

લાગે છે કે આજકાલ મલ્હાર ઠાકર વાનગીઓની નામ ધરાવતી ફિલ્મો પર ફોકસ કરી રહ્યા છે. ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકરની અપકમિંગ ફિલ્મનું નામ છે ‘વેનિલા આઈસક્રીમ'. મલ્હાર ઠાકરે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યુ છે કે,' એક એવી વાત જે જેટલી તમારી છે એટલી જ અમારી પણ છે, એક એવો વિચાર જેમાં તડકોય છે અને છાંયડોય છે. એક સ્વાદ જે બધા માટે એક સરખો જ છે. થોડો વિશ્વાસ અને બસ એક કપ "વેનીલા આઇસક્રીમ"'

મલ્હારની સામે છે આ હિરોઈન

મલ્હારની સામે છે આ હિરોઈન

આ ફિલ્મમાં મલ્હાર ઠાકરની ઓપોઝિટ ટેલેન્ટેડ એક્ટ્રેસ દીક્ષા જોશી દેખાશે. દીક્ષા જોશીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફિલ્મ અનાઉન્સમેન્ટના ફોટોઝ શૅર કર્યા છે. મલ્હાર અને દીક્ષાની આ અપકમિંગ ફિલ્મને પ્રીતસિંહ ડિરેક્ટ કરશે. સિલ્વર લાઇન ફિલ્મસનાં અમોલ મુરલીધર ઘુળે અને સંતોષ વિઠ્ઠલ બાનખેલે બ્લેક હોર્સ પ્રોડક્શનની સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે.

ચોમાસામાં શરૂ થશે શૂટિંગ

ચોમાસામાં શરૂ થશે શૂટિંગ

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મનું શૂટિંગ આ ચોમાસામાં શરૂ થશે. કારણ કે હાલ મલ્હાર બીજી પણ કેટલીક ફિલ્મોમાં વ્યસ્ત છે. ગોળકેરી બાદ મલ્હાર ઠાકર પાસે હાલ ધૂઆંધારમાં પણ કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તે બોક્સરનું પાત્ર ભજવી રહ્યા છે, જેના માટે મલ્હારે વેઈટ લોસ પણ કર્યુ છે. આ ઉપરાંત મલ્હાર લહેકો, કેસરિયા, વીકિનો વરઘોડો સહિતની ફિલ્મોમાં પણ મલ્હાર કામ કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X