મલ્હાર ઠાકરનું આ પંજાબી સોંગ તમે જોયું કે નહીં!!!
મલ્હાર ઠાકરનું આ પંજાબી સોંગ તમે જોયું કે નહીં!!!
જી હાં, તમે હેડિંગ બિલકુલ બરાબર જ વાંચ્યુ છે. મલ્હાર ઠાકરનું પંજાબી સોંગ યુટ્યુબ પર લગભગ એક મહિના પહેલા રિલીઝ થઈ ચૂક્યુ છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકરે પહેલીવાર પંજાબી સોંગ કર્યુ છે. અને માત્ર મલ્હાર જ નહીં, 'આઝમા કે ના દેખી’ નામના પંજાબી સિંગલમાં મલ્હાર ઠાકરની સાથે ખુશી શાહ પણ છે, જેમણે તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'અફરા તફરી’ દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો છે.

આઝમા કે ના દેખી
‘આઝમા કે ના દેખી' એક પંજાબી સિંગલ છે, જેમાં એક સિંગરની લવસ્ટોરી દર્શાવવામાં આવી છે. આ ગીતમાં મલ્હાર એક સ્ટાર સિંગરનો રોલ કરી રહ્યા છે, તો ખુશી શાહ તેમની ગર્લફ્રેન્ડના રોલમાં છે. અને સંબંધો તૂટ્યા બાદની ફિલિંગ પર આ આખું સોંગ બનાવવામાં આવ્યુ છે. આ સોંગને ડિરેક્ટ પણ જાણીતા ડિરેક્ટર ધ્વનિ ગૌતમે જ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ધ્વનિ ગૌતમ ‘ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર' , ‘રોમાન્સ કોમ્પલિકેટેડ', ‘તું તો ગયો' જેવી ફિલ્મો આપી ચૂક્યા છે.

પંજાબી સોંગ
મલ્હાર ઠાકર અને ખુશી શાહનું આ પંજાબી સોંગ તમે ઝી મ્યુઝિક કંપનીની યુટ્યુબ ચેનલ પર સાંભળી શક્શો. આ ગીતમાં મલ્હાર સિંગરની ભૂમિકામાં છે, જો કે ગીત શાહિદ માલિયાએ ગાયું છે. તો ગીતના શબ્દો સપિન્દરસિંઘ શેરગીલે લખ્યા છે. ગીતનું શૂટિંગ મુંબઈમાં થયું છે. આ ગીત જાન્યુઆરી મહિનામાં ઝી મ્યુઝિકની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયું હતું. મલ્હાર ઠાકરે આ ગીત અંગે ધ્વનિ ગૌતમે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ શૅર કરી હતી.

બોલીવુડ તરફ નજર
મલ્હારના ફેન્સ માટે આ ગીત લગભગ સરપ્રાઈઝ જેવું જ છે. અત્યાર સુધી ફેન્સે મલ્હારને એક ટિપિકલ ગુજરાતી યુવાનના પાત્રમાં જ જોયા છે. ત્યારે આ ગીતમાં મલ્હાર એક જુદા જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. આ ગીત બાદ લાગી રહ્યું છે કે મલ્હાર પણ ટૂંક સમયમાં બોલીવુડ તરફ નજર દોડાવી શકે છે.












Click it and Unblock the Notifications
