Video: ચાર બંગડીવાળી ઓડી બાદ દર્શનનું આ સોંગ છે હોટ ફેવરિટ

યુવાન સિંગર અને મ્યૂઝિક કમ્પોઝર દર્શન રાવલનું નવું સોંગ 'નયનને બંધ રાખીને' હાલ યૂટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. તમે પણ જુઓ આ સોંગનો વીડિયો..

વર્ષ 2014માં સ્ટાર પ્લસ પર આવેલા ઇન્ડિયાઝ રો સ્ટારમાં આવેલ અમદાવાદી યુવક દર્શન રાવલ ખૂબ લોકપ્રિય થયો હતો. હાલ તેના નવા વીડિયો સોંગથી ફરી એકવાર ગુજરાતીઓના મોઢે આ નામ સાંભળવા મળી રહ્યું છે. મનહર ઉદાસની કલમે લખાયેલ અત્યંત લોકપ્રિય ગુજરાતી ગઝલ 'નયનને બંધ રાખીને' લઇને દર્શને મ્યૂઝિક વીડિયો બનાવ્યો છે, જે હાલ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યો છે.

darshan raval

દર્શન રાવલનું આ ગુજરાતી-હિંદી ફ્યુઝન સોંગ છે, જે લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે. ખાસ કરીને ગુજરાતીઓને. આ વીડિયો 19 મેના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં તેને 2 મિલિયન વ્યૂ મળી ચૂક્યાં છે. યુવાનોને આ ગુજરાતી સોંગ ચોક્કસ ગમશે, જેમણે ઓરિજિનલ વર્ઝન સાંભળ્યું હશે તેમને કદાચ ઓછું ગમે, પરંતુ યુવાન સંગીતકાર તરફથી કરવામાં આવેલો એક સારો પ્રયાસ કહી શકાય. આ સોંગ દર્શન રાવલે જાતે કમ્પોઝ કર્યું છે.

દર્શન રાવલના લેટેસ્ટ સોંગનો વીડિયો જુઓ અહીં..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X