ગુજરાત વિધાનસભા- રાજ્યપાલે 2012 માં હાઇકોર્ટની કાર્યવાહી ગુજરાતીમાં કરવા મંજરી આપી હતી
ગુજરાત વિધાનસભાની કાર્યવાહી ગુજરાતી ભાષામાં ચલાવવા માટે જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજદાર દ્વારા માગં કરવામાં આવી છે કે, અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી ભાષામાં પણ હાઇકોર્ટની કામગીરી ચલાવવામાં માટે વર્ષ 2012 માં જ ગુજ
ગુજરાત વિધાનસભાની કાર્યવાહી ગુજરાતી ભાષામાં ચલાવવા માટે જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજદાર દ્વારા માગં કરવામાં આવી છે કે, અંગ્રેજીની સાથે સાથે ગુજરાતી ભાષામાં પણ હાઇકોર્ટની કામગીરી ચલાવવામાં માટે વર્ષ 2012 માં જ ગુજરાતના રાજ્યપાલે મંજૂંરી આપેલી છે. તેનો અમલ કરો. વર્ષ 1965 માં પ્રાદેશિક ભાષાના અમલ અંગે નિર્ણય લેવા માટે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયાનો અભિપ્રાય લેવામાં આવ્યો છે તે ગેરબંધારણીય છે. તેના પર રોક લગાવામાં આવે તેવી માગ કરવામા આવી છે.

ગુજરાતી ભાષાના અમલની માંગ સાથે સિનિયર કાઉન્સિલે જે રજૂઆત કરી છે તેને ધ્યાનમાં લેવામાં આવે. વર્ષ 2012 માં રાજ્યપાલે આ અંગે મંજૂરી આપેલી છે તે દરસ્તાવેજને રજૂ કરો, 21 મે 1965 ના રોજ કેબિનેટ કમિટીએ નિર્ણય લીધો છે તે અને સુપ્રિમ કોર્ટ 11 અે 16 ઓક્ટોબર 2012 ની બેઠકમાં આ મુદ્દે જે ભલામણો કે નિર્ણય આપેલા છે તેની સત્તાવાર કોપી રજૂ કરો. સુનાવણી બાદ હાઇકોર્ટે કહ્યુ કે, આ મુદ્દે વિચારશે. હાલ આ મુદ્દે કોઇ પક્ષકારને નોટિસ પાઠવામાં નથી આવી. આ કેસની વધુ સુનવણી 1 ડિસેમ્બરથી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
