ભાવનગરના ભૂપત ભાવનગરીની "કેસર કેશવ ને કંકુ"

અમદાવાદ, 23 નવેમ્બર : ગુજરાતી ફિલ્મોના મોટા કલાકારો સાથે મોટા બજેટની એક ફિલ્મ આવી રહી છે કે જેનું નામ છે કેસર કેશવ ને કંકુ. આ ફિલ્મમાં ત્યાગ, સમર્પણ અને નારી શક્તિને ઉજાગર કરવામાં આવી છે.

ભાવનગરના વાલુકડ (જીજીનું) ગામના અને ગુજરાતના જાણીતા ડિસ્ટ્રીબ્યૂર ભૂપત ભાવનગરીના બૅનર હેઠળ 'કેસર કેશવ ને કંકુ' ગુજરાતી ફિલ્મ બની રહી છે કે જેમાં સંજય મૌર્ય, કિરણ આચાર્ય, રીના સોની, જયેન્દ્ર મહેતા, રાકેશ પુજારા, સુષમા જાધવ અને જલ્પા ભટ્ટ અભિનયના ઓજસ પાથરે છે.

સપના એન્ટરપ્રાઇઝિસ, નિર્માતા ભૂપત ભાવનગરીની આ ફિલ્મમાં એક અનોખી વાત કહેવામાં આવી છે. એક પત્ની તેના પતિની ખુશી માટે તેના પ્રથમ પ્રેમ સાથે લગ્ન કરવા જાય છે. આજ સુધી ન આવી હોય તેવી એક સુંદર આ ફિલ્મમાં સામાજિક, પારવારિક, કૉમેડી, એકશન જેવા તમામ મસાલા મૂકવામાં આવ્યાં છે.

ચાલો જોઇએ કેસર કેશવ ને કંકુ ફિલ્મની આછેરી તસવીરી ઝલક :

વિજય દલવાડી દિગ્દર્શક

વિજય દલવાડી દિગ્દર્શક

કેસર કેશવ ને કંકુ ફિલ્મના દિગ્દર્શકક વિજય દલવાડી છે.

સંગીતકાર મહેશ

સંગીતકાર મહેશ

ફિલ્મના સંગીતકાર મહેશ ભવરિયા છે. અને કથા ધીરુભાઈ ગજેરાની છે.

કંડોલિયા પ્રચારક

કંડોલિયા પ્રચારક

કેસર કેશવ ને કંકુ ફિલ્મના પ્રચારક હર્ષદ કંડોલિયા છે.

ઉત્તરાયણે રિલીઝ

ઉત્તરાયણે રિલીઝ

ગુજરાતી ફિલ્મ 'કેસર કેશવ ને કંકુ'નું શૂટિંગ ગુજરાતના રમણીય સ્થળો પર શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ ઉતરાયણમાં રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X