67th Grammy Awards : બિયાન્કા સેન્સોરીએ રેડ કાર્પેટ પર કપડા ઉતારી દેતા હંગામો
67th Grammy Awards : 67માં ગ્રેમી એવોર્ડ્સના રેડ કાર્પેટ પર પ્રખ્યાત રેપર કેન્યે વેસ્ટ અને તેની પત્ની ઓસ્ટ્રેલિયન મોડલ બિયાન્કા સેન્સોરીની હાજરીએ હંગામો મચાવ્યો છે.
બિયાન્કા સેન્સોરીએ ગ્રેમી એવોર્ડ્સમાં એક પારદર્શક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો, જે તેના શરીરને સંપૂર્ણ રીતે હાઇલાઇટ કરી રહ્યો હતો. જ્યારે તે રેડ કાર્પેટ પર પહોંચી ત્યારે સૌ કોઈની નજર તેના બોલ્ડ ડ્રેસ પર અટકી ગઈ.

શરૂઆતમાં તેણે કાળો ફર કોટ પહેર્યો હતો. જો કે ગાઉન ઉતારતા જ તે લગભગ ન્યુડ દેખાઈ રહી હતી. આ લુકના કારણે સોશિયલ મીડિયા પર મોટા પાયે ચર્ચા શરૂ થઈ અને ફૂટેજ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
જ્યારે કેન્યે વેસ્ટ અને બિયાન્કા રેડ કાર્પેટ પર પહોંચ્યા ત્યારે આયોજકોને અચાનક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અહેવાલો અનુસાર, બિયાન્કાના બોલ્ડ લુકને કારણે આયોજકોએ તેમને ઇવેન્ટમાંથી બહાર કાઢી મૂક્યા.
સુરક્ષા કર્મચારીઓએ તુરંત જ આ કપલને ઇવેન્ટ છોડવા કહ્યું અને તેઓ કોઈ પ્રતિક્રિયા આપ્યા વિના ત્યાંથી નીકળી ગયા. આ એક ખાસ ક્ષણ હતી કારણ કે કેન્યે વેસ્ટ 10 વર્ષ પછી ગ્રેમી એવોર્ડ્સમાં ભાગ લઈ રહ્યો હતો.
જો કે અહેવાલો મુજબ, કેન્યે અને બિયાન્કાને આ ઇવેન્ટ માટે આમંત્રણ મળ્યું ન હતું. તેમ છતાં તેઓ પાંચ અન્ય લોકો સાથે ઇવેન્ટમાં પહોંચી ગયા હતા. આયોજકો દ્વારા તેમને આમંત્રણ વગર હાજર રહેવા પર રોક લગાવાતા આખરે બહાર કરી દીધા.
જણાવી દઈએ કે, કેન્યે વેસ્ટે 2022માં ઓસ્ટ્રેલિયન મોડલ બિયાન્કા સેન્સોરી સાથે લગ્ન કર્યા છે. આ કપલ હંમેશા તેમના યુનિક ફેશન સ્ટેટમેન્ટ અને વિવાદાસ્પદ દેખાવ માટે જાણીતું રહ્યું છે.
ગ્રેમી એવોર્ડ્સના આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા છે અને બિયાન્કાના ડ્રેસને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે.સાથે લગ્ન કર્યા છે.












Click it and Unblock the Notifications
