Avatar 2 Movie Review: વિઝ્યુઅલી માસ્ટરપીસ, વીએફએક્સ ઉત્કૃષ્ટ, ઈમોશનલ સ્ટોરી..

અવતાર ધ વે ઑફ વૉટર ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આવો જાણીએ તેનો રિવ્યુ.

Avatar 2 Movie Review: જેમ્સ કેમરુનની અવતાર ફિલ્મના બીજા ભાગની છેલ્લા 13 વર્ષથી રાહ જોવાઈ રહી હતી. આખરે આજે ફિલ્મ 'અવતારઃ ધ વે ઑફ વૉટર' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ. વર્ષ 2009માં આવેલી અવતાર ફિલ્મે ભારતમાં 100 કરોડની કમાણી કરી હતી. ફિલ્મમાં પેંડોરાની 3ડી દુનિયા જોઈને સહુ કોઈ દંગ રહી ગયા હતા. જેમ્સ કેમરુન આપણને ફરીથી એક અદભૂત દુનિયામાં લઈ જાય છે. પહેલા જ્યાં સુલીનો પરિવાર જંગલની દુનિયામાં હતો, તે હવે સમુદ્રની સુંદરતા અને તેની અલૌકિક દુનિયામાં આપણને લઈ જાય છે.

કહાની

કહાની

નાવી જેમ્સ સુલીનો પરિવાર પોતાની જિંદગી અને પેંડોરા ગ્રહ પર પોતાનુ જીવન જીવી રહ્યા છે પરંતુ આકાશવાસીઓએ ફરીથી તેમને શોધવાની કોશિશ શરુ કરી દીદી છે. સુલીના પરિવારમાં હવે તેમના 4 બાળકો પણ છે. બે છોકરા અને બે છોકરીઓ. જૂના દુશ્મનો પાછા આવી ગયા છે અને આકાશવાસીઓ(માનવો)એ તેમના પર હુમલો કરી દીધો છે. એવામાં પોતાના પરિવારની રક્ષા કરવા માટે સુલી અને તેનો પરિવાર પોતાનુ જંગલ છોડીને તટીય વિસ્તારના બીજા ગામ તરફ આગળ વધે છે અને અહીંથી શરુ થાય છે તેમની પાણીની સફર, જંગના આ 'નાવી' હવે તટીય કબીલાનો હિસ્સો બનીને પાણીની અદભૂત દુનિયામાં આવે છે. સુલી પરિવારની સતત સતાવતી મુશ્કેલીઓ દર્શાવે છે. તેમની સાથે લડીને, તેઓ એકબીજાને સુરક્ષિત રાખે છે. તેઓ ટકી રહેવા માટે જે લડાઈ લડે છે અને તેઓ જે કરૂણાંતિકાઓ સહન કરે છે તે બંને લાગણીશીલ અને સ્ક્રીન પર જોવાલાયક છે.

ટેકનિકલ પક્ષ

ટેકનિકલ પક્ષ

જેમ્સ કેમરુન પાસે જેવી અપેક્ષા હતી, તે જ પ્રમાણે આ ફિલ્મ વિઝ્યુઅલી માસ્ટરપીસ છે. ફિલ્મનો એક-એક સીન જોઈને તમે પેંડોરા ગ્રહની સુંદરતામાં ખોવાઈ જશો. તમને ક્યાંય પણ કશુ નકલી કે બનાવટી નહિ લાગે. બધુ એ રીતે બનાવ્યુ છે કે તમને તેના પર વિશ્વાસ થઈ જશે. વીએફએક્સ ઉત્કૃષ્ટ છે. આ ફિલ્મ એટલા માટે પણ ખાસ છે કારણ કે મોશન કેપ્ચર માટે નવી ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે અને તેનુ પરિણામ રોમાંચક છે અને તે પહેલાં ક્યારેય જોવા મળ્યુ નથી.

અભિનય

અભિનય

ફિલ્મમાં અભિનયની વાત કરીએ તો દરેક કેરેક્ટરે કહાનીની ઈમોશનલ વેલ્યુને વધારી દીધા છે. તમે દરેક કેરેક્ટરના ઈમોશન સાથે ક્યારે જોડાઈ જાવ છો તે તમને ખબર પણ નથી રહેતી. આ ફિલ્મના ક્લાઈમેક્સમાં તમને ટાઈટેનિકની યાદ આવી જશે. તમને જણાવી દઈએ કે કેમરુન આપણને ટાઈટેનિકમાં ડૂબતુ જહાજ બતાવી ચૂક્યા છે. અવતાર 2ની અંડરવૉટર ફાઈટ હોય કે હવામાં ઉડતા પક્ષીઓ પર લડતા નાવી, એકે એક સીન તમને ખૂબ જ ગમશે.

તમને જણાવી દઈએ કે ફિલ્મ 3800થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મ 3 કલાક 13 મિનિટની છે. અવતાર 2 દૂરંદેશી હૉલિવુડ ફિલ્મ નિર્માતા જેમ્સ કેમરુન દ્વારા નિર્દેશિત છે, જે અવતાર(2009), ટાઈટેનિક(1997) અને ધ ટર્મિનેટર માટે ફેમસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X