Pics : ત્રીસે શાંતિ અને સ્થિરતા અનુભવતાં સેરિલ કોલ
મુંબઈ, 19 ઑગસ્ટ : ગાયિકા અને ગીતકાર સેરિલ કોલ હવે શાંતિ અને સ્થિરતા અનુભવી રહ્યાં છે. તેઓ ત્રીસ વર્ષના થઈ ગયાં છે અને તેમનું કહેવું છે કે હવે તેઓ શાંત અને સ્થિર છે.
કૉન્ટૅક્ટમ્યુઝિક.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ સેરિલ કોલ ગત 30મી જૂનના રોજ ત્રીસ વર્ષના થયા છે. પેરાશૂટ ગાયિકા સેરિલ કોલના જણાવ્યા મુજબ તેમની જિંદગીના ગત દશકના વર્ષો અદ્ભુત હતાં. કોલે જણાવ્યું - 30 વર્ષના પડાવે પહોંચવું રાહતના સંકેત જેવું છે. હું પોતાની ઉંમરના છેલ્લા દશકને પાછળ છોડી બહુ ખુશ ચું. તે અદ્ભુત દિવસો હતો, પણ મને લાગે છે કે જાણે હું હવે આરામથી છું
આવો તસવીરો સાથે જાણીએ સેરિલ કોલ અંગે વધુ વિગતો :

ટ્રે હૉલોવે સાથે ડેટિંગ
ગીતકાર-ગાયિકા સેરિલ કોલ હાલ ડાન્સર ટ્રે હૉલોવે સાથે ડેટિંગ કરી રહ્યાં છે.

એશ્લે સાથે કર્યા હતાં લગ્ન
સેરિલ કોલે અગાઉ ફુટબૉલ ખેલાડી એશ્લે કોલ સાથે લગ્ન કર્યા હતાં.

વિચાર બદલાયાં
કોલે હૅલો પત્રિકા મૅગેઝીનને જણાવ્યું - મને લાગે છે કે મારી વિચારસરણી બદલાઈ ગઈ છે.

શાંત-સ્થિર
તેમણે જણાવ્યું - હું બહુ શાંત, કેન્દ્રિત અને સ્થિર અનુભવી રહી છું.

યુવાન મહિલા
સેરિલ કોલે જણાવ્યું - હવે હું અધિકૃત રીતે એક યુવાન મહિલા છું.

અદ્ભુત દશકો
સેરિલ કોલ ગત 30મી જૂનના રોજ ત્રીસ વર્ષના થયા છે. પેરાશૂટ ગાયિકા સેરિલ કોલના જણાવ્યા મુજબ તેમની જિંદગીના ગત દશકના વર્ષો અદ્ભુત હતાં.












Click it and Unblock the Notifications
