For Quick Alerts
For Daily Alerts
ચર્ચામાં છે પારકર 2013નો હૉટ સીન
અમદાવાદ, 5 ઑક્ટોબર : હૉલીવુડની ફિલ્મ પારકર 2013 આજકાલ બહુ જ ચર્ચામાં છે. જોકે એમેય ભારતમાં હૉલીવુડ ફિલ્મોને લઈને લોકોમાં ખાસો ઉત્સાહ અને ઉત્સુકતા જોવાં મળે છે.
બૉલીવુડની ફિલ્મો સતત જોઈને કંટાળતાં લોકો ઘણી વાર હૉલીવુડ ફિલ્મોનો આતુરતાપૂર્વક ઇન્તેજાર કરે છે. તેમાંય જો હૉલીવુડની કોઈ ફિલ્મમાં હૉટ સીનની વાતો સામે આવે, તો લોકોનો ઉત્સાહ વધી જાય છે.
હૉલીવુડની ફિલ્મ પારકર 2013નો એક હૉટ સીન આજકાલ બહુ જ ચર્ચામાં છે. ફિલ્મની ચર્ચા ભારતમાં પણ જોરશોરથી છે અને તેની પાછળનું કારણ એ છે કે આ ફિલ્મ ભારતમાં પણ રિલીઝ થવાની છે. લોકોમાં ફિલ્મ પ્રત્યે તો ઉત્કંઠા છે જ, પણ સાથે-સાથે હૉટ સીનને લઈને પણ વધુ પડતી ઉત્સુકતા જોવા મળી રહી છે.